Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો ફરાર આરોપીને ખેરોજ પોલીસે પકડ્યો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઉપરી પોલીસ અધિકારીઓની નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અન્વયે આજરોજ ખેરોજ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તાર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો.વિરેન્દ્રકુમ અમૃતભાઈ બ.નં.૫૪૨ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૫૬૬૪/૨૦ન૫

બી પાર્ટ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્‌કોટ સબસ્ટન્સિઝ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી),૨૦ (બી),૨૯ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સુનિલ સોમાભાઈ ગમાર રહે. ચંદ્રાણા તા.પોશીના જી.સાબરકાંઠાવાળો ખેરોજ પી.એચ.સી.તાત ઋફત પર ઉભેલ છે. અને લાંબડીયા તરફ જનાર છે.

અને સદરી ઇસમે શરીરે છીંકણી કલરનો આખી બાંયનો શર્ટ પહેરેલ છે. તથા કમરે વાદળી રંગનું પેંટ પહેરેલ છે. તથા છાતી ઉપર કાળા છુંદણાથી બાજ કોતરાયેલ છે.

જેથી સદરી બાતમીવાળી જગ્યાએ જતા ઉપર પ્રમાણેના વર્ણનવાળો ઇસમ ઉભેલ હોય તેણે પોતાનું નામ સુનિલ ઉર્ફે પક્ષી સોમાભાઈ ઉ.વ.૧૯ રહે.ચંદ્રાણા તા.પોશીના જી. સાબરકાંઠાનો હોવાનુ જણાવતો હોય જેથી સદરીને ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે લાવી પોકેટ કોપ તેમજ ઇગફજ મારફતે ચેક કરતા ખેડબ્રહ્મા

પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર. નં.૧૧૨૦૯૦૨૮૨૫૬૬૪/૨૦ન૫ બી પાર્ટ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્‌કોટ સબસ્ટન્સિઝ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦ (બી),૨૯ મુજબના ગુન્હામાં સંડોવાયેલ હોય અને નાસતો ફરતો સદરી આરોપીને ડીટેઈન કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી સારુ જાણ કરાઈ છે. આમ,નાસતા ફરતા આરોપીને પકડવામા ખેરોજ પોલીસ ટીમને સફળતા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.