5 મહિનાના બાળકને ગળે ટૂંપો આપી હત્યા કરવા પાછળ શું કારણ આપ્યું માતાએ?
AI Image
બાળકનું મોત, માતા સહિત બે મહિલાની ધરપકડ કરાઈ
કૃષ્ણાગીરી, તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લાના કેલામંગલમ વિસ્તારોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ૩૮ વર્ષીય પતિએ તેની પત્ની અને પત્નીની કથિત લેÂસ્બયન પાર્ટનરે ૫ મહિનાના બાળકનું ગળુ દબાવીને હત્યા નીપજાવી છે. સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બંને મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કૃષ્ણાગીરી જિલ્લાના ચિન્નાટ્ટી ગામના રહેવાસી સુરેશના લગ્ન ૨૬ વર્ષીય ભારતી નામની યુવતી સાથે થયા હતા, તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દંપતીની ૪-૫ વર્ષની બે બાળકી છે અને એક ૫ મહિનાનું બાળક.
સુરેશે જણાવ્યું કે, ‘ગત ૫ નવેમ્બરના રોજ મને જાણકારી મળી કે અમારો મહિનાનો દીકરો અચાનક બેભાન થતાં સારવાર માટે કેલામંગલમ સ્થિત સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટર તપાસમાં બાળકને મૃત જાહેર કર્યો હતો. આ પછી અમે દીકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા.’
જ્યારે ઘટનાના થોડા દિવસ પછી સુરેશને તેની પત્ની ભારતી પર શંકા ગઈ હતી. આ પછી તેણે ભારતીનો ફોન ચેક કર્યો હતો, જેમાં કથિત રીતે ફોટો, ચેટ્સ અને વોઈસ મેસેજ જોવા મળ્યા હતા. ત્યારબાદ સુરેશે કેલામંગલમ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારતીના સુમિત્રા નામની મહિલા સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ ચાલી રહ્યા હતા. જ્યારે ત્રીજા બાળકના જન્મ પછી બંને વચ્ચે મુલાકાત બંધ થતાં બંનેના સંબંધમાં તણાવ વધ્યો હતો. આ તણાવના કારણે ભારતીએ તેના ૫ મહિનાના બાળકનું ગળુ દબાવીને હત્યા નીપજાવી દીધી હોવાનો પતિએ આરોપ લગાવ્યો છે.
સુરેશે પોલીસને એક કોલ રેકો‹ડગ આપ્યું હતું. રેકો‹ડગ અનુસાર, કોલમાં ભારતીએ તેના બાળકની હત્યા કરી હોવાની વાત સ્વીકારી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ અને ડિજિટલ પૂરાવાના આધારે ભારતી અને તેની કથિત પાર્ટનર સુમિત્રાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
