નેપાળ ટ્રેકીંગ કરવા ગયેલા પિતા-પુત્રી 19 દિવસથી ગુમ હતાઃ બરફમાંથી મૃતદેહો મળ્યા
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન હિમવર્ષામાં ગુમ થયેલા પિતા-દીકરીના મોત-નેપાળના અન્નપૂર્ણા-૩ પર્વત પર ભારે હિમવર્ષામાં ૧૯ દિવસથી ગુમ થયા હતા; એમ્બેસીને જાણ કરાઈ
બારડોલી, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે પર્વતારોહકો નેપાળ ફરવા જતા ત્યાં ટ્રેકિંગ વેળાએ પિતા પુત્રી ગુમ થવાની ઘટના બની છે. નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થવાથી પિતા પુત્રી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે નેપાળથી એક દુખદ સમાચાર આવ્યા છે. બરફ વચ્ચે પિતા પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. તેમના મોતના ખબરથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દિવાળીના તહેવારમાં અનેક લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા જતા હોય છે. ત્યારે આ જ રીતે એક પ્રવાસી પરિવાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામનું નેપાળ વેકેશન માણવા ગયું હતું. કડોદ ગામે રહેતા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી જેવો પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા.
પુત્રી પ્રિયાંશી વનિતા વિશ્રામ ઇÂન્સ્ટટ્યૂટ સ્કૂલમાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જેને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં તેમજ ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે એમના માતા-પિતા અને દીકરી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ જવાનું નક્કી કર્યું હતું.
ગત ૧૪ ઓક્ટોબર ના રોજ તેઓ વતન કડોદથી સુરત થઈ ટ્રેન મારફતે નેપાળ જવા નીકળ્યા હતા. અને ફરી તેઓ ૩૧ તારીખ સુધીમાં પરત વતન આવી જવાનો તેઓનો નિર્ધારિત કાર્યક્રમ હતો. પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વેળા કડોદ ગામના પિતા પુત્રી હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા. જેઓની આજદિન સુધી મળી નથી .
તેઓ પરિવાર પરત નહી ફરતા ઘરના અન્ય સભ્યો ચિંતિત બન્યા છે. જે તે સમયે જીગ્નેશભાઈના પત્ની જાગૃતિ બહેને મોબાઈલ પર ફોન પર વાત કરીને ૩૧ ઓક્ટોબરના રોજ પરત આવી જવાની વાત કરી હતી. પરંતુ હિમ વર્ષા થઈ જતા અન્નપૂર્ણા ત્રણ તરફ જવાના માર્ગ બંધ થઈ ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
જીગ્નેશભાઈ અને દીકરીની કોઈ ખબર ન મળતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો હતો. સ્થાનિક નેતાગીરી દ્વારા ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કરી અને આ જીગ્નેશભાઈને શોધવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જાગૃતિબેને પણ પતિ અને પુત્રી ગુમ થયા અંગેની સ્થાનિક કડોદ આઉટ પોસ્ટ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના બાદ બંનેના શોધવાના પ્રયાસો શરૂ કરાયા હતા.
