ટેનેકો ક્લીન એર ઈન્ડિયાનો 3600 કરોડનો IPO બુધવાર, 12 નવેમ્બર, 2025ના રોજ ખુલશે
પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 378થી રૂ. 397 નક્કી કરવામાં આવ્યો છે
ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10)ની ફેસ વેલ્યુની80 ગણી અને કેપ પ્રાઇઝ 39.70 ગણી છે
- બિડ/ઓફર બુધવાર, 12 નવેમ્બર, 2025ના રોજ ખુલશે અને શુક્રવાર, 14 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે (“Bid Dates”)
- એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 11 નવેમ્બર, 2025 છે
- બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“ of Bids”)
- આરએચપી લિંકઃ http://jmfl.com/Common/getFile/5370
અમદાવાદ, 10 નવેમ્બર, 2025 – ટેનેકો ક્લીન એર ઈન્ડિયા લિમિટેડ (The “Company”) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર બુધવાર, 12 નવેમ્બર, 2025ના રોજ ખોલશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 378થી રૂ. 397 નક્કી કરવામાં આવી છે (“Price Band”).
બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Minimum Bid Lot”) પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઈપીઓ (“Total Offer Size”)માં ટેનેકો મોરેશિયસ હોલ્ડિંગ્સ લિમિટેડ (“Promoter Selling Shareholder”) દ્વારા રૂ. 36,000 મિલિયન (રૂ. 3,600 કરોડ) સુધીના મૂલ્યના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 11 નવેમ્બર, 2025 રહેશે. બિડ/ઓફર બુધવાર, 12 નવેમ્બર, 2025ના રોજ ખુલશે અને શુક્રવાર, 14 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, and together with the BSE, the “Stock Exchanges”) જેવા સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ એ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ છે.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે. અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (the “SCRR”) સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ (અહીં જણાવ્યા મુજબ) દ્વારા કરવામાં આવી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (2) અનુસાર ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય (“Anchor Investor Allocation Price”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત ઓફરના લઘુતમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને (“Non-Institutional Portion”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે તથા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બે સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“Retail Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડવાની રહેશે જેમાં સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.
