Western Times News

Gujarati News

ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસનું મિથિલા સમાજ દ્વારા બહુમાન કરાયું

મિથિલાની સંસ્કૃતિ અને સંસ્કારોએ મને હંમેશા પ્રેરિત કર્યો છે. મિથિલા સમાજની વિનમ્રતા, શિક્ષા અને સામૂહિક ભાવનાએ એમના જીવનની દિશા નિર્ધારિત કરી છે.

અમદાવાદ, ગુજરાતમાં મિથિલા સમાજ દ્વારા રવિવારના રોજ મિથિલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, આઈએએસનું ઉત્કૃષ્ટ સેવાઓ અને મુખ્ય સચિવ તરીકે કરાયેલ વરણીને પગલે સન્માનિત કરાયા હતા.

તેમનું બહુમાન મિથિલાની પરંપરા અનુસાર ધોતી, કુર્તા, ચાદર, પાઘડી અને પુષ્પગુચ્છથી કરવામાં આવી હતી. આ બહુમાનમાં મિથિલા સમન્વય ફાઉન્ડેસન, બરોડાના તમામ મુખ્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું નેતૃત્વ શ્રી પી.કે. જ્હા, વિધાન જ્હા અને પ્રવિણ જ્હા દ્વારા સાકાર કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં મુખ્ય સચિવ એમ.કે. દાસે મિથિલા સમાજ દ્વારા કરાયેલ સન્માનનો આભાર વ્યક્ત કરતાં જઁણાવ્યું હતું કે, મારી ૩૦ વર્ષથી વધુની વહીવટી યાત્રા દરમિયાનની પળોને તાજી કરી અને જણાવ્યું કે અલગ અલગ પદો પર કામ કરતાં ગુજરાતના વિકાસ, સુશાસન, નવા વિચારો અને સુધારાઓ લાગુ કર્યા.
શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી સેવામાં સફળતાનો આધાર પારદર્શકતા, નિષ્ઠા અને પ્રજાના પ્રતિ જવાબદારી છે.

પોતાના અનભવોને યાદ કરીને જણાવ્યું હતું કે, તેમણે ઔદ્યોગિક નીતિ નિર્માણ, નવા રોકાણ માટે પ્રોત્સાહન, એમએસએમઈનું મજબૂતીકરણ, કૌશલ્ય વિકાસ અને વહીવટી સુધારાઓનો ક્ષેત્રોમાં ખૂબ અને નિર્ધારિત કામ કર્યુ.

અંતમાં, પોતાની મિથિલાની ભૂમિને યાદ કરતાં કહ્યું કે, મિથિલાની સંસ્કૃતિ અને સંસ્કારોએ મને હંમેશા પ્રેરિત કર્યો છે. મિથિલા સમાજની વિનમ્રતા, શિક્ષા અને સામૂહિક ભાવનાએ એમના જીવનની દિશા નિર્ધારિત કરી છે.

તેમણે મિથિલાના યુવાનોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, હંમેશા પોતાની પરંપરા અને પહેચાન બનાવી રાખીને હંમેશા પોતાની પરંપરા અને પહેચાન બનાવી રાખીને સાથે સાથે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અવશ્ય યોગદાન આપે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.