૧,૩રપ.૭ર કરોડની કમાણી કરી AMCએ 17 પ્લોટની હરાજી કરીને
AI Image
અગાઉ એએમસીના પ્લોટો ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે વેચાણ કરવાને પરિણામે એએમસીને વધુ સારા ભાવ મળે છે.
પ્રાઈમ લોકેશનના પ્લોટના વેચાણથી નોન-ટેકસ રેવન્યુમાં વધારો -હરાજીથી શહેરમાં ૧૭ પ્લોટના વેચાણથી ને AMCરૂ.૧,૩રપ.૭ર કરોડની આવક -રૂ.૧૩૪.૭ર કરોડની આવકના બે પ્લોટના વેચાણની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મંજૂર
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાઈમ લોકેશન પર આવેલા રેસિડેÂન્સયલ અને કોમર્શિયલ હેતુ માટેના ૧૭ પ્લોટ હરાજીથી કાયમી ધોરણે વેચાણથી આપીને રૂ.૧,૩રપ કરોડ, ૭ર લાખ એકત્રિત કર્યા છે.
એએમસી દ્વારા ઓગસ્ટ ર૦રપ સુધીમાં ૧પ પ્લોટના વેચવામાં આવ્યા હતા અને રૂ.૧૧૯૧ કરોડની આવક થઈ હતી જ્યારે તાજેતરમાં ટીપી-ર૧પમાં બે પ્લોટના વેચાણ મારફતે રૂ.૧૩૪.૭ર કરોડની આવક થઈ છે. ટીપી-ર૧પમાં એફપી-૧૧પના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ.૧,૬પ,૦૦૦ની મહત્તમ ઓફર કરાઈ હતી અને રેસિડેÂન્સયલ હેતુ માટેના ર૪૮૦ ચો.મી.ના આ પ્લોટના વેચાણ મારફતે રૂ.૪૦ કરોડ, ૯ર લાખની આવક થઈ છે
જ્યારે ટીપી-ર૧પમાં એફપી ૧૧૬ના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ.૧,૯૧,૦૦૦ની મહત્તમ ઓફર કરાઈ હતી અને રેસિડેÂન્સયલ હેતુ માટેના ૩૯૧૧ ચો.મી.ના આ પ્લોટના વેચાણ મારફતે રૂ.૯૩ કરોડ, ૮૦ લાખની આવક થઈ છે. આમ બે પ્લોટના વેચાણ મારફતે એએમસીને રૂ.૧૩૪ કરોડ, ૭ર લાખની આવક અંગેની દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એએમસીની આવકના મુખ્ય સ્ત્રોતમાં ટેકસ રેવન્યુ અને નોન-ટેકસ રેવન્યુનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી એએમસીની ટેકસ રેવન્યુ અને નોન-ટેકસ રેવન્યુમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ એએમસીના પ્લોટો ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે વેચાણ કરવાને પરિણામે એએમસીને વધુ સારા ભાવ મળે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એએમસી દ્વારા ચાંદખેડામાં ટીપી સ્કીમ નં.૭૬/બીના એફપી-૩૮રથી ૩૯૬ સુધીના કોમર્શિયલ હેતુ માટેના કુલ ૬૬,૧૬૮ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટોની હરાજી કરીને વેચાણ મારફતે સૌથી વધુ રૂ.પરપ કરોડ એકત્રિત કરવામાં આવ્યા હતા.
