દાહોદમાં ગંદકી અને ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ શહેર વર્ષ ૨૦૧૬માં ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યું હતું. ત્યારથી આજે નવ વર્ષ વીતી ગયા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટનેસનો કોઈ અણસાર નથી. ખાસ કરીને વોર્ડ નંબર ત્રણના સ્ટેશન રોડ પાસે આવેલી મારવાડી ચાલનાર રહીશું સ્માર્ટ સિટીમાં રહેતા હોવાની શરમ અનુભવે છે.
દાહોદ નગર પાલિકાની ઘોર બેદરકારી, અધિકારીઓની ઉદાસીનતા અને કાઉન્સિલરોની અનુપસ્થિતિને કારણે આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય છે. માણસો તો ઠીક પશુઓ પણ રહી શકે તેમ નથી. પારાવાર ગંદકી ભરી દારુણ સ્થિતિથી પીડિત સ્થાનિક રહીશોની વેદના આજે છલકાઈ પડી છે અને તેઓ સરકારને તંત્રને જગાડવા માટે ચૂંટણીમાં વોટ ન આપવાની ચેતવણી આપી આંદોલનનું રણસિંગું ફૂંકી રહ્યા છે.
શહેરના સ્ટેશન રોડ પર આવેલ કેકે સર્જીકલ હોસ્પિટલની બાજુની સાંકડી ગલીમાં ભૂગર્ભ ગટર લાઈન નું અતિ દુર્ગંધ મારતું ગંદુ પાણી રસ્તા પર રેલાય છે એક જ ચેમ્બરમાં ચારથી પાંચ કનેક્શન આપવામાં આવ્યા હોવાથી ગટરો વારંવાર ઉભરાઈ જાય છે. હોસ્પિટલોના શૌચાલયના કનેક્શન પણ આ જ લાઈનમાં જોડાયેલા હોવાથી દુર્ગંધ અને ગંદકીનો ત્રાસ સતત ફેલાયેલો રહે છે.
રસ્તાઓ તૂટેલા છે. કચરાના ઢગલા ચારે તરફ વેરાયેલા છે. અને મચ્છરજન્ય રોગોના કારણે રહીશો વારંવાર રોગગ્રસ્ત બને છે. નાના બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી. ગંદા પાણીમાં રમતા સ્વાસ્થ્ય પણ જોખમાય છે. આર્થિક બોજ વધે છે અને પરિવારોનું જીવન નર્ક સમાન બની ગયું છે. ??.
સ્થાનિક રહીશ જાકીરભાઈએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે આ વિસ્તારમાં ખૂબ જ ગંદકી અને ગટરના અતિ દુર્ગંધ મારતા ગંદા પાણીની ગંભીર સમસ્યા છે. હોસ્પિટલના સંચાલકોને કનેક્શન આપ્યા છે. જેના કારણે ગટરમાંથી પાણી બહાર આવે છે અને રોડ પર રેલાય છે આ દુર્ગંધ મારતા ગંદા પાણીથી અમોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. અમારા નાના બાળકો વારંવાર બીમાર પડે છે.
આ મામલે અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ સફાઈ કરવા આવ્યું નથી. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આ વિસ્તારમાં પગ મુકતા પણ નથી. ડોર-ટુ-ડોર કચરાવાન પણ અહીં ક્યારે પહોંચતી નથી તારી કોઈ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો જવાબદાર તંત્રને કરી છે પરંતુ જવાબદાર તંત્ર સ્થાનિકોની સમસ્યાના નિરાકરણ કરવાની બદલે આંખ આડા કાન કરે છે.
સ્થાનિક મહિલા જેનાબેન વર્મા એ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે, દાહોદને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે પરંતુ અહીં સ્માર્ટ સિટી જેવું કંઈ જ નથી. વર્ષોથી જે સમસ્યાઓનો અમે સામનો કરી રહ્યા છીએ તે આજે પણ યથાવત છે. ગટરો ઉભરાઈ રહી છે, રોડ પર અતિ દુર્ગંધ મારતા ગંદા પાણી રેલાય છે.
જેના કારણે અવરજવરમાં પણ ખૂબ જ તકલીફ પડે છે. નગર પાલિકા દ્વારા કચરો લેવા કે સફાઈ માટે કોઈ કર્મચારી આજ દિન સુધી આવ્યા નથી. અમારે પોતાની ગંદકી જાતે જ સાફ કરવી પડે છે. અમારી રજૂઆતો પર નગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી.
