Western Times News

Gujarati News

તાલુકા પંચાયત BJPના સદસ્યનો દાવો: તળાજાના ફૂલસર ગામમાં ર૦ ટકા બોગસ મતદારો

ડે.કલેકટરને પત્ર પાઠવી બીએલઓને વ્યવસ્થિત કરવા સૂચના આપવા માંગ કરી

તળાજા, મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે ત્યારે તળાજા તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ પોતાના ફૂલસર ગામની અંદર સોળસો આસપાસનું મતદાન છે તેમાંથી ત્રણસો જેટલા મતદારો બોગસ અથવા તો અન્ય નગરમાં અને અહીં બન્ને સ્થળે મતદાર તરીકે છે તેવા દાવા સાથે ડેપ્યુટી કલેકટરને પત્ર લખ્યો છે.

સંજય કટારિયાએ તળાજા ડેપ્યુટી કલેકટરને પાઠવેલા પત્રમાં માંગ કરી છે કે, એસઆઈઆરની જે કામગીરી શરૂ થઈ છે તે કામગીરી પોતાના ફૂલસર ગામમાં કરવા આવતા બીએલઓને વ્યવસ્થિત કામગીરી કરવા સૂચના આપવાની માંગ કરી છે તે કામગીરી પોતાના ફૂલસર ગામમાં આવતા બીએલઓને વ્યવસ્થિત કામગીરી કરવા સૂચના આપવાની માંગ કરી છે.

તેઓએ ઘટસ્ફોટ કર્યો છે કે પોતાના ગામમાં ૩૦૦થી ૩પ૦ મતદારો બે જગ્યાએ નોંધાયેલા તેમજ ખોટા પ્રૂફ આપીને ફૂલસર ગામની મતદાર યાદીમાં નોંધાયલા છે. યેનકેન પ્રકારે ગામની મતદાર યાદીમાં ચડાવલેલા નામોને કમી કરવામાં આવે.

તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાંચ બસ ભરીને સુરતથી મતદારો લાવવામાં આવ્યા હતા. તેમાં તો કેટલીક ગામની દીકરીઓના જમાઈના પણ નામ હતા. કેટલાકને તો ગામના લોકો ઓળખતા ન હોય તેવા પણ જોવા મળ્યા હતા જે વ્યક્તિનો સુરત જ જન્મ થયો હોય અને મતદાર યાદીમાં અહીં નામ ચડી ગયા હતા. પોતાના ગામનું મતદાન આશરે સોળસો જેટલું છે. તેમાં ત્રણસો જેટલા મતદારોના નામ અહીં ખોટી રીતે ચડાવવામાં આવ્યા છે.

ગામની અંદર જે અટકવાળું વ્યક્તિ કયારેય રહ્યું જ નથી તેવા નામ પણ સામે આવ્યા છે. આથી ફોટોવાળી મતદાર યાદી મેળવી સમગ્ર મામલે તપાસ કરી પર્દાફાશ કરવામાં આવશે.

અહીં સવાલ એ છે કે, કયા સરકારી કર્મચારી દ્વારા આટલા નામ અહીં ચડાવવામાં આવ્યા છે ? તેની તપાસ થવી જોઈએ. જો ગેરરીતિ આચરીને નામ ચડાવવામાં આવ્યા હોય તો તેવા ભ્રષ્ટ કર્મચારી વિરૂદ્ધ ગંભીર પ્રકારના કડક પગલાં લેવા જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.