રાજસ્થાનની ગુજરાતમાં દારૂ ઘૂસાડવા જતાં બે આરોપી જાલેટી પાસે ઝડપાયા
જાલેટી ત્રણ રસ્તા પાસે વિજયનગર પોલીસે વોચ ગોઠવી કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપ્યા
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના જાલેટી ત્રણ રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂ સાથે બે જણને ઝડપી લઈ અન્ય એક વોન્ટેડ સહિત ત્રણ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વિદેશી દારૂની ૨૨૬૭ બોટલ, ત્રણ લાખની કાર મળી કુલ રૂ ૧૦.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વિજયનગર પીએસઆઇ એ વી જોશી પોતાના સ્ટાફ સાથે જાલેટી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા એ દરમિયાન મળેલી ખાનગી બાતમી મુજબ રાજસ્થાનથી આવતી કાર રોકીને તેની તલાશી લેવામાં આવતા આ કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂની ૨૨૬૭ બોટલ મળી આવી હતી દારૂનો આ જથ્થો અને ત્રણ લાખની કાર મળી કુલ રૂ ૧૦.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર સાથેના બે સખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.
અટક કરાયેલા આ આરોપીઓમાં વિરેન્દ્રસિંગ માલમસિંગ રાજપુત ઉવ.૩૫ (હાલ રહે, પ્લોટ નં.૧૦ જોધપુર સનેકપુરી ડીગરી કાલ્લા થાના બન્નાડ જોધપુર મુળ રહે,રાવર થાના કાપરડા તા.બિલાડા જી.જોધપુર રાજસ્થાન) અને અશોક કેરારામ જાટ ઉવ.૩૨ (રહે, ઓલ્વી થાના કાપરડા તા.બિલાડા જી.જોધપુર રાજસ્થાન) નો સમાવેશ થાય છે જયારે પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર આરોપી દિપુભાઇ (ઉદેપુર રાજ.)ની અટકાયત બાકી હોઈ એને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
