લખનૌ RSS ઓફિસ, દિલ્હી આઝાદ મંડી અને અમદાવાદના વિસ્તારોની રેકી કરી વીડિયો પાકિસ્તાન મોકલ્યા હતા”
ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓનો મોટો ખુલાસો
અમદાવાદ, એટીએસએ પકડેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આતંકીઓના ૮ દિવસના રીમાંડ મંજુર કર્યા છે. ત્યારે ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે. આ આતંકીઓએ આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી. તો સાથે જ આતંકીઓ પાસેથી મળેલા રાઈઝીન ઝેરનો ઉપયોગ ક્્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસે ત્રણ આઈએસઆઈએસ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. તેઓ દેશના વિવિધ સ્થળોએ હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને શસ્ત્રો એકત્રિત કરવા માટે ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે, સૈયદ મોઈનુદ્દિને દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી હતી. તેઓએ લખનઉમાં RSSના કાર્યાલયની પણ રેકી કરી હતી. દિલ્હીમાં સૌથી મોટી આઝાદ મંડીની પણ રેકી કરી હતી.
Ahmedabad –The Gujarat Anti-Terrorism Squad ( ATS ) arrested three Suspected who were Allegedly Planning to carry out terrorist attack in various parts of the country, at ATS head quarter in Ahmedabad on Sunday, November 9, 2025
તો અમદાવાદમાં પણ ભીડવાળી જગ્યાની રેકી કરી હોવાની માહિતી સામે આવી છે. આ આતંકીઓએ તમામ સ્થળોની રેકી કરીને તેના વીડિયો બનાવ્યા હતા, અને તેને બાદમાં પાકિસ્તાન મોકલ્યા હતા. પાકિસ્તાનમાં રહેલા તેમના આકાઓને વીડિયો મોકલ્યા હતા. હૈદરાબાદના અહેમદ મોહિઉદ્દીન સૈયદના ભાઈ સૈયદ ઉમર ફારૂકે જણાવ્યું હતું કે, તેમનો ભાઈ નિર્દોષ છે અને તેને કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. અમને છ્જી તરફથી ફોન આવ્યો.
મેં મારા ભાઈ સાથે વાત કરી, અને તેમણે મને ચિંતા ન કરવાનું કહ્યું – તેમણે કહ્યું કે તેને ફસાવી દેવામાં આવ્યો છે અને અમને વકીલનો સંપર્ક કરવા અને કાનૂની મદદ લેવાની સલાહ આપી, ઉમર ફારૂકે કહ્યું. રાજેન્દ્રનગરમાં સૈયદ પરિવારના નિવાસસ્થાનમાંથી વધુ માહિતી બહાર આવી રહી છે.
ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા શામલીના એક યુવાન આઝાદ સૈફીની બે સાથીઓ સાથે શસ્ત્રો રાખવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરવામાં આવી હતી. મુઝફ્ફરનગરના બુઢાણા મદરેસામાં મોલવિયતનો અભ્યાસ કરતા આઝાદની ધરપકડથી સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. એક ટીમ પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી.
આઝાદનો પરિવાર મૂળ મોહલ્લા શેખમૈદાન સલારામાં રહે છે. તેના ભાઈ શહજાદે જણાવ્યું હતું કે આઝાદ ત્રણ મહિના પહેલા ઘરે પાછો ફર્યો હતો. તે કડિયા કામ કરતો હતો અને ઘરમાં પ્લોટ વાડ કરી રહ્યો હતો. શહજાદના જણાવ્યા મુજબ, આઝાદ ૭ ઓગસ્ટના રોજ કોલકાતા માટે જમાત માટે ઘરેથી નીકળ્યો હતો. તે છેલ્લે ૭ નવેમ્બરના રોજ બુઢાણા માટે ઘરેથી નીકળ્યો હતો, જ્યાં તે તેની પુત્રી સુહાનાને તેના સાસરિયાના ઘરેથી લેવાનો હતો.
