અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીનું ખાંસી, છાતીમાં દુખાવાથી મોત
ટેક્સાસ, અમેરિકામાં તાજેતરમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી નોકરીની શોધખોળ કરી રહેલી એક ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું કથિત રીતે ગંભીર ખાંસી અને છાતીમાં દુખાવા ઉપડ્યા પછી મોત થયું છે.
પ્રાથમિક માહિતી મુજબ, આંધ્રપ્રદેશના રાજલક્ષ્મી યાર્લાગડ્ડા ઉર્ફે રાજીએ તાજેતરમાં ટેક્સાસ એએન્ડએમ યુનિવર્સિટી કોર્પસ ક્રિસ્ટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યાે હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજી પોતાની કારકિર્દીનો આરંભ કરવાની તૈયારીના ભાગરુપે નોકરી શોધી રહી હતી.૨૩ વર્ષીય રાજીના અચાનક મોતથી પરિવારજનો અને મિત્રોમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ દરમિયાન, ટેક્સાસના ડેન્ટનમાં રાજીના પિતરાઈ ભાઈ ચૈતન્ય વાયવીકેએ ફંડ એકત્ર કરવા માટે અભિયાન શરુ કર્યું છે, જેથી રાજીના પાર્થિવ શરીરને ભારત લાવી શકાય અને તેણીના પરિવારને પણ આર્થિક મદદ કરી શકાય.
હમણાં સુધી ચાલી રહેલા અભિયાન દ્વારા ૧.૨૫ અમેરિકન ડોલર(લગભગ એક કરોડ રૂપિયા) એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ચૈતન્યે જણાવ્યું કે, રાજી ખૂબ હોશિંયાર અને આશાવાદી યુવતિ હતી. નોકરી કરીને પોતાના માતા-પિતાને મદદરૂપ થવાનું તેણીનું સપનું હતું. રાજીનો પરિવાર જીવનનિર્વાહ માટે ફક્ત ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.SS1MS
