VVIP ચાર્ટર ફ્લાઈટ પેટે રૂ. ૮૨૨ કરોડ વસૂલવાનાં બાકી
(હિ.મી.એ),નવીદિલ્હી, નવી દિલ્હીઃ સરકાર દ્વારા જેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે આર્થિક કટોકટીમાં સપડાયેલી ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ. ૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાહેર કરવામાં આવેલી આંકડાઓની યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું.
કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ પેટે રૂ. ૮૨૨ કરોડ વસૂલવાનાં બાકી છે. સ્થળાંતર કરાવવાની કામગારી પેટે વધારાના રૂ. ૯.૬૭ કરોડ અને વિદેશી મહાનુભાવોને લાવવા લઈ જવા બદલ રૂ. ૧૨.૬૫ કરોડનાં લેણાં બાકી હોવાનું તેમણે કહ્યું હતું.વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ હેઠળ ઍર ઈન્ડિયા પ્રમુખ, ઉપપ્રમુખ, રાષ્ટ્રપતિને લાવવા લઈ જવાનું કામ ઍર ઈન્ડિયા કરે છે જેનું બિલ સંબંધિત ખાતા દ્વારા ચુકવવામાં આવે છે.
આ ઓછું હોય તેમ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સરકારી અધિકારીઓની ટિકિટ પેટે વસૂલવાની બાકી નીકળતી રકમનો આંક રૂ. ૫૨૬.૧૪ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું. આ રૂ. ૫૨૬.૧૪ કરોડમાંથી રૂ. ૨૩૬.૧૬ કરોડ તો છેલ્લાં ત્રણ વરસથી લેવાનાં બાકી છે, એમ તેમણે કહ્યું હતું. વસૂલી નહીં થઈ શકે તેવી સંભવિત રકમનો આંક રૂ. ૨૮૧.૮૨ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું.