ઇ-કોમર્સ પર વેચાતી વસ્તુઓ પર ઉત્પાદક દેશનું નામ લખવું ફરજિયાત બનશે
નવી દિલ્હી, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતી વિવિધ વસ્તુઓ અંગે વિવિધ કેટેગરીમાં માહિતી આપવામાં આવે છે. ગ્રાહકોને પોતાની પસંદગીની વસ્તુ ખરીદવામાં સરળતા રહે તે માટે વિવિધ ફિલ્ટર મૂકવામાં આવે છે.
આવા ફિલ્ટરોમાં ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ની કેટગરી ફરજિયાત રાખવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મૂક્યો છે. ઉત્પાદક દેશના નામને ગ્રાહકો વાંચી શકે તે રીતે અલગથી દર્શાવવાનું રહેશે.કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ ફિલ્ટરના કારણે ગ્રાહકોનું સશક્તિકરણ થશે અને ઓનલાઈન શોપિંગમાં પારદર્શિતા વધશે.
આ પ્રસ્તાવિત પગલાથી પારદર્શક, કન્ઝ્યુમર-ળેન્ડલી અને સ્પર્ધાત્મકતાનું નિર્માણ કરવામાં મદદ મળશે. સાથે આ સુધારાથી ઈ-કોમર્સ ઈકોસીસ્ટમમાં સ્પર્ધાત્મકતા વધશે અને તેનાથી રાષ્ટ્રીય પ્રાથમિકતા વધવાની સાથે ડિજિટલ માર્કેટ પ્લેસમાં ગ્રાહકોના વિશ્વાસમાં વધારો થશે.
ગ્રાહક બાબતોના વિભાગે ડ્રાફ્ટ લીગલ મીટરોલોજી (પેકેજ્ડ કોમોડિટીસ) (સેકન્ડ) એમેન્ડમેન્ટ રૂલ્સ, ૨૦૨૫ જારી કર્યા છે, તેમાં ઓનલાઈન વેચાણમાં ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ ફિલ્ટર ફરજિયાત કરવાનો પ્રસ્તાવ છે.
વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ રૂલ્સને પ્રસારિત કરાયા છે. તેના પર નાગરિકોના અભિપ્રાય તથા અન્ય સ્ટેકહોલ્ડર્સલના પ્રતિભાવ ૨૨ નવેમ્બર સુધી રજૂ થઈ શકશે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થયેલા આ સુધારાનો મુખ્ય હેતુ ગ્રાહકોને ખરીદીના વિકલ્પ પસંદ કરતી વખતે પૂરતી માહિતી સાથે નિર્ણય લેવામાં મદદરૂપ થવાનો છે.
ઉત્પાદક દેશના નામ સાથે ઉત્પાદન શોધવામાં અને સરખામણી કરવામાં ગ્રાહકોને મદદ મળી રહેશે. તેનાથી પારદર્શિતા વધવાની સાથે ગ્રાહકોને વિશાળ રેન્જમાંથી મર્યાદિત પસંદગી નક્કી કરવામાં સરળતા રહેશે.SS1MS
