હું ૩૦ વર્ષે હતો એના કરતાં વધુ તાકાત અને હળવાશ અનુભવું છું: મિલિંદ સોમણ
મુંબઈ, મિલિંગ સોમણ એક એવો એક્ટર, મોડેલ અને ફેશન આઇકોન છે, જે ૯૦ના દાયકાથી આજસુધી એટલો જ યુવાન દેખાય છે. તાજેતરમાં તે ૬૦ વર્ષનો થયો છે, ત્યારે તેણે એક ઇટરવ્યુમાં હેલ્ધી અને ફિટ રહેવા માટે તેને ક્યાંથી પ્રેરણા મળે છે અને તેના માટે આ ઉંમરનું શું મહત્વ છે, તે અંગે વાત કરી હતી. સૈય્યમી ખેરે બે આયર્નમેન રેસ પુરી કરી છે, તેની ચર્ચા ઘણા સમયથી છે.
પરંતુ મિલિંદ સોમણે ૫૦ અને ૬૦ વર્ષની ઉંમરે બે આયર્નમેન પુરી કરી છે. તેણે જણાવ્યું, “જ્યારે મેં ૫૦ વર્ષની ઉંમરે આયર્નમેન પુરી કરી ત્યારે એ મારી ચ્છા શક્તિ ચકાસવા માટે કરી હતી. જ્યારે ૬૦ વર્ષે તે મારા માટે શરીર, મન, શિસ્ત અને સાતત્યની ઉજવણી સમાન બની ગઈ હતી. મેં અનુભવ્યું છે કે ઉમર વધવાની સાથે તમે ધીમા પડતા નથી, અશિસ્ત અને અનિયમિતતાને કારણે ધીમા પડો છો.
આત્મ સન્માન એ તમારા શરીર અને મન માટે છે, જે તમે કલ્પી પણ ન શકો એવા પરિણામ આપી શકે છે. આજે ૬૦ વર્ષે હું ૩૦ વર્ષાે હતો એના કરતાં વધુ મજબુત, હળવો અને આઝાદ હોવાનું અનુભવું છું.”
મિલિંદે કહ્યું, “તમારું શરીર નક્કી નથી કરતું કે તમારી ઉંમર કેટલી છે – તમારો અભિગમ નક્કી કરે છે. મેં એવાં ૨૦ વર્ષનાં લોકો જોયાં છે, જે થાકેલાં હોય અને ૭૦ વર્ષનાં પણ જોયાં છે જે ઉઠે અને સવારે દોડવા જવા માટે ઉત્સુક હોય.
આ સમય થંભાવાની વાત નથી, આ કોઈ હેતુ અને ખુશી સાથે આગળ વધવાની વાત છે.”પોતાની ફિટનેસની વ્યાખ્યા અંગે મિલિંદ માને છે, “સારા દેખાવું એ કાયમી નથી. સારું અનુભવવું એ કાયમી છે.
જ્યારે તમે શક્તિ, શાંતિ અને તંદુરસ્તી પાછળ ભાગો ત્યારે તમને આત્મવિશ્વાસ આપોઆપ મળી જાય છે. લોકો કહેતા હોય છે, હું તૈયાર હોઈશ ત્યારે શરૂઆત કરીશ. પણ જો તમે તમારી જાતને આવું કહ્યા કરશો, તો તમે ક્યારેય તૈયાર નહીં થાઓ. પછી તમે ૨૦ના હોય, ૪૦ કે ૬૦ – તમારા શરીરને પ્રેમ કરવાનો અને તેને મનાવવાનો શ્રેષ્ઠ સમય ત્યારે જ છે.
મારા માટે તંદુરસ્તી એ આઝાદી છે. પહાજ ચડવાની આઝાદી, દરિયામાં તરવાની આઝાદી, ખુલ્લાં પગે દોડવાની આઝાદી કે પછી કોઈ મહેનત વિના ઊંડા શ્વાસ લેવાની આઝાદી. આયર્નમેન અને મેરેથોન મારું લક્ષ્ય નથી. કે એબ્ઝ બનાવવા અને મેડલ જીતવા એ મારો હેતુ નખી – એ મારું શરીર હજું બધું કરી શકે છે એનો આનંદ છે. એ જ મારી સાચી સફળતા છે.”SS1MS
