રુકમા ‘પાતાલલોક’ના હાથીરામથી અલગ અને ક્રૂર છે: જયદીપ આહલાવત
મુંબઈ, મનોજ બાજપાઈની ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝનનું ટ્રેલર આવી ગયું છે, ત્યારે આ સીઝનમાં જયદીપ આહલાવત, ગુલ પનાગ, નીમ્રત કૌર જેવા કલાકારો પણ જોડાયા છે. જયદીપનું હાથીરામનું પાત્ર ઘણું લોકપ્રિય થયું છે, ત્યારે જયદીપે હવે તેના આ રોલની વાત કરી છે.
તેણે હાથીરામ અને રુકમા વચ્ચે સરખામણી પણ કરી હતી. જયદીપ માટે ૨૦૨૫નું વર્ષ ઘણું સારું રહ્યું છે, જાન્યુઆરીમાં તેની ‘પાતાલલોક ૨’ આવી હતી. પછી તે એપ્રિલમાં ‘જ્વેલથીફ – ધ હાઇસ્ટ બીગિન’માં પણ જોવા મળ્યો.
હવે તે લોકપ્રિય સિરીઝમાં જોડાયો છે, ત્યારે જયદીપે કહ્યું, “હું ખરેખર રાજ અને ડીકેનો આભારી છું. આ વર્ષની શરૂઆત પાતાલલોકથી થઈ અને અંત ફેમિલીમેન, રાજ અને ડિકે તેમજ મનોજભાઈ સાથે થશે.”હાથીરામ અને રુકમાના પાત્ર વિશે વાત કરતાં જયદીપે કહ્યું, “હાથીરામના રોલમાંથી બહાર નીકળવું મુશ્કેલ નહોતું.
ખરેખર તો મેકર્સ માટે બંને પાત્રોને અલગ કરવા અઘરા હતા અને તેમણે જે રીતે આ બંને પાત્રો બનાવ્યા છે, તેનાથી તેમણે કરી બતાવ્યું છે, પછી એ દેખાવ હોય કે પછી પાત્રની અસર હોય.
રુકમા જેટલો ક્›ર અને બેફિકરો છે, હાથીરામ તો એની આસપાસ પણ ન આવી શકે. રુકમાની સરખામણીએ હાથીરામ ઘણો ચિંતાશીલ સ્વભાવ ધરાવે છે. તેનાથી જ આ રોલ કરવામાં મને સૌથી વધુ મજા આવી.”જ્યારે મનોજ બાજપાઈ સાથે કામ કરવાના અનુભવ અંગે જયદીપે કહ્યું, “મનોજભાઈ સાથે કરવાનો ઉત્સાહ શબ્દમાં મુકવો અશક્ય છે.
તેમને રોલ માટે તૈયારી કરતા જોવા, એ જે રીતે પાત્રમાં પ્રવેશ કરે છે, એનાથી જ મને મજા આવી ગઈ હતી.”આ સિરીઝ ૨૧ નવેમ્બરે આવી રહી છે, ત્યારે હવે ‘ધ ફેમિલી મેન’માં રાજ અને ડીકેની અન્ય એક સિરીઝ ‘ફર્ઝી’નું ક્રોસ ઓવર જોવા મળે એવી પણ શક્યતા છે.
‘ફર્ઝી’ની પહેલી સીઝનમાં ‘ધ ફેમિલી મેન’નું ક્રોસ ઓવર જોવા મળ્યું હતું. જેમાં વિજય સેતુપતિ મનોજ બાજપાઈને એક હિન્ટ માટે મદદ માગવા ફોન કરે છે અને તે એને ચેલ્લમ સરનો સંપર્ક કરવા કહે છે.
આ સિરીઝની ટ્રેલર લોંચ ઇવેન્ટમાં તેના ક્રિએટર્સ રાજા નિદિમોરુ અને ક્રિશ્ના ડિકે હાજર રહ્યા હતા. ત્યારે ક્રોસ ઓવર અંગેના પ્રશ્નમાં રાજ હસી પડ્યો હતો અને કહ્યું હતું કે, “સમસ્યા એ છે કે ડીકે બહુ જ હસ્યા કરે છે અને બધું જ જાહેર કરી દે છે.” જોકે, એમેઝોનની ટીમે તેમને આ અંગે કશું જ જાહેર કરતાં અટકાવવાની કોશિશ કરી હતી.
પરંતુ તેમના આ પ્રતિસાદ પરથી લાગ્યું કે આ સિરીઝમાં પણ ક્રોસ ઓવર તો હશે જ. એમેઝોનમાં મનોરંજનની દુનિયામાં ક્રોસ ઓવર એક ટ્રેન્ડ બની ગયું છે.SS1MS
