89% કર્મચારીઓ ઘર જેવો અનુભવ કરાવતી ઓફિસ ઇચ્છે છે-ગોદરેજ ઈન્ટિરિયોના અભ્યાસ અનુસાર
Presentation image
ગોદરેજ ઇન્ટિરિયોએ ‘સોશિયલ ઓફિસ 2.0’ નો ખ્યાલ રજૂ કરતો અભ્યાસ લોન્ચ કર્યો ~
અમદાવાદ, 11 નવેમ્બર, 2025- ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટિરિયો બાય ગોદરેજે તેના તાજેતરના રિસર્ચ સ્ટડી, “સોશિયલ ઓફિસ રિઇમેજિન્ડ: રિયાલિટી ઓફ હાઇબ્રિડ વર્કસ્પેસ”ના તારણો પ્રકાશિત કર્યા છે. સંશોધન અને સહયોગમાં ફિઝિકલ ઓફિસની ભૂમિકા પરની ચર્ચાને સમજવા માટે, ઇન્ટિરિયો ખાતે વર્કસ્પેસ એન્ડ એર્ગોનોમિક્સ રિસર્ચ સેલે પડકારોને સમજવા અને શ્વેતપત્રમાં વિગતવાર યોગ્ય ઉકેલો સૂચવવા
માટે દેશવ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો. ઓફિસમાં કામ કરતી વખતે યુઝર્સની કાર્ય પદ્ધતિ, તેમની જરૂરિયાતો તથા તેમની અપેક્ષાઓને સમજવા માટે આ સર્વે હેઠળ દેશભરની વિવિધ ક્ષેત્રોની 50થી વધુ ઓફિસના 350 કર્મચારીઓના મંતવ્યો જાણવામાં આવ્યાં હતાં. તેમાં ‘સોશિયલ ઓફિસ 2.0’, કે જે હાઈબ્રિડ વર્કસ્પેસમાં જોવા મળતાં અલગ અલગ પ્રકારોને તારવતી જગ્યાનો ખ્યાલ પણ રજૂ કરાયો છે,
અભ્યાસ મુજબ, ભારતનું કાર્યબળ આજે વિવિધ કાર્ય મોડેલોમાં વહેંચાયેલું છે: જે પૈકીના 42.1% ફક્ત ઓફિસમાંથી કામ કરે છે, 10.5% સંપૂર્ણપણે ઘરેથી કામ કરે છે, અને 47.4% બંને રીતે કામ કરે છે. સર્વેમાં ભાગ લેનારા કર્મચારીઓને જ્યારે તેમની પસંદગી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સહયોગ અને ટીમ આધારિત પ્રવૃત્તિઓ માટે સ્પષ્ટપણે ઓફિસની પસંદગી કરી હતી. નવા જોડાયેલાં 77% તથા 75% અનુભવી કર્મચારીઓ ટીમ સહયોગ, માર્ગદર્શન અને નેટવર્કિંગ જેવી બાબતો માટે ઓફિસમાંથી કામ કરવાનું પસંદ કરે છે.
સર્વેના તારણો અંગે પ્રતિક્રિયા આપતાં ગોદરેજ બાય ઇન્ટિરિયોના બી2બી બિઝનેસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને અધ્યક્ષ સમીર જોશીએ જણાવ્યું હતું કે, “હાઇબ્રિડ વર્ક એ હવે માત્ર એક ટ્રેન્ડ નથી, તે નવી વાસ્તવિકતા છે. અમારું સંશોધન દર્શાવે છે કે કર્મચારીઓ ઈચ્છે છે કે તેમની ઓફિસ માત્ર એક નિરસ વર્કસ્પેસથી કંઈક વિશેષ હોય. તેમને એવા વાતાવરણની જરૂર છે જે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય તેવા કાર્યને સમર્થન આપે,
સહયોગને ગાઢ બનાવે અને સમુદાયનું નિર્માણ કરે. તેનો અર્થ છે કે એકાગ્રતા માટે શાંત ઝોન, ટીમવર્ક માટે ઇન્ટરેક્ટિવ વિસ્તારો અને જોડાણ માટે સામાજિક જગ્યાઓ સાથે અનુકુળતા ધરાવતાં કાર્યસ્થળોની રચના કરવી. ઈન્ટિરિયોમાં, અમે સંસ્થાઓને અનુકુળતા ધરાવતા વાતાવરણ તરીકે ઓફિસ સ્પેસ બનાવવામાં મદદ કરી રહ્યા છીએ જે સહયોગ અને ઉત્પાદકતાને પ્રોત્સાહિત કરવા માટે ટેકનોલોજી સાથે સંકલિત થઈ ભળી જાય છે. અમે માનવ-કેન્દ્રિત વર્કસ્પેસને સક્ષમ બનાવતાં સમાધાનોની મજબૂત માંગ જોઈ રહ્યા છીએ અને FY26 માં આ સેગમેન્ટમાં 25% વૃદ્ધિ કરવાની યોજના ધરાવીએ છીએ.”
આ અભ્યાસમાં આધુનિક વર્કપ્લેસ માટે જરૂરી એવા જગ્યાના ત્રણ પ્રકારોને તારવવામાં આવ્યાં હતાં. પ્રથમ, ફોકસ્ડ વર્ક માટે ઇમર્સિવ સ્પેસ, સર્વેમાં ભાગ લેનારા પૈકીના 57.9% કર્મચારીઓએ વ્યક્તિગત ઉત્પાદકતા માટે સમર્પિત વર્કસ્ટેશન પર પસંદગી ઉતારી હતી. બીજું, સહયોગ માટે ઇન્ટરેક્ટિવ સ્પેસ, જ્યાં 57.9% કર્મચારીઓ માર્ગદર્શન અને શીખવાની પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરે છે.
ત્રીજું, સમુદાય નિર્માણ માટે સોશિયલ કોર્ટયાર્ડ, 84.2 ટકા કર્મચારીઓ નેટવર્કિંગ, સંબંધો બાંધવા તથા સંસ્થાની સંસ્કૃતિ સાથે સંકળાવવા માટે તેને મહત્વનું માને છે. ઉલ્લેખનીય છે કે, 89.5% કર્મચારીઓ ઇચ્છે છે કે તેમની ઓફિસો, પરંપરાગત કોર્પોરેટ માહોલથી વિપરીત તેમના ઘર જેવી હૂંફ અને આરામદાયકતાનો માહોલ પૂરો પાડે.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે લોકોની કાર્યપદ્ધતિમાં મૂળભૂત પરિવર્તન થયું હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 29.4% ઓફિસોએ તેને અનુલક્ષીને નોંધપાત્ર ફેરફારો કર્યા છે. જો કે, નોંધપાત્ર પડકારો હજુ પણ ઉભા જ છે, કારણ કે 73.7% કર્મચારીઓના જણાવ્યાં અનુસાર, ઘોંઘાટ-સંબંધિત વિક્ષેપો કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની ક્ષમતામાં અવરોધ પેદા કરે છે.
આ તારણો દર્શાવે છે કે સંસ્થાઓએ હાઇબ્રિડ કાર્ય મોડેલો અપનાવ્યા હોવા છતાં મોટાભાગની સંસ્થાઓએ આ નવી વાસ્તવિકતા સાથે મેળ ખાતી તેમની ભૌતિક જગ્યાઓને ફરીથી ડિઝાઇન કરવાની બાકી છે. આધુનિક વર્કસ્પેસ સાથે સુસંગત રહેવા માટે ઓફિસોએ પરંપરાગત લેઆઉટને બદલે ઉત્પાદકતા, સહયોગ અને કર્મચારીની સુખાકારીને સંતુલિત કરે તેવી અનુકુળ ધરાવતી ઇકોસિસ્ટમ્સમાં વિકસિત થવું જોઈએ.
