ઇલેક્ટ્રિક હાઇબ્રિડ ટ્રેક્ટર – ટાફે EVX75નું અનાવરણ કર્યું ટાફે ટ્રેક્ટર્સે એગ્રિટેક્નિકા 2025માં
જર્મનીમાં એગ્રિટેક્નિકા 2025માં “ટ્રેક્ટર ઓફ ધ યર” સસ્ટેઇનેબલ કેટેગરીમાં ટોચના 5 ફાયનલિસ્ટ્સમાં ટાફે ટ્રેક્ટર્સ ઇવી સામેલ
ઉપયોગિતા, કોમ્પેક્ટ અને વિશેષ ટ્રેક્ટર્સમાં 100 એચપી સુધીની ત્રણ નવી પ્રોડક્ટ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું
મુંબઈ, એગ્રિટેક્નિકા 2025માં વિશ્વના સૌથી મોટા ટ્રેક્ટર ઉત્પાદકો પૈકીના એક ટાફે – ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ તેની આગામી પેઢીના ઇલેક્ટ્રિક હાઇબ્રિડ ટ્રેક્ટર – ટાફે ઇવીએક્સ75નું અનાવરણ કર્યું છે, અને એક સમીમાચિહ્ન રૂપ સિદ્ધિની ઉજવણી પણ કરી હતી, જેમાં ટાફે ઇવી28 ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની સસ્ટેઇનેબલ ટ્રેક્ટર શ્રેણીમાં “ટ્રેક્ટર ઓફ ધ યર (ટીઓટીવાય) 2026” પુરસ્કાર માટે ફાયનલિસ્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી.
ઇવીએક્સ75ની સાથે, ટાફેએ પોતાની નવી વિઝન માર્ગદર્શન પ્રણાલી અને નવી શ્રેણીને પ્રદર્શિત કરી હતી, જેમાં નવા કેબની સાથે 100 એચપી ટ્રેક્ટર (ટાફે 1015), 74 એચપી ઓર્ચાર્ડ અને ફ્રૂટ ટ્રેક્ટર (ટાફે 7515 જીઇ), અને કોમ્પેક્ટ યુટિલિટી સિરિઝ, 65 એચપી (ટાફે 6065) સામેલ છે, જે દરેકને યુરોપીયન ખેડૂતોના વિવિધ પ્રકારના સંચાલનો અને જરૂરિયાતો પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આજે, ટાફે ટ્રેક્ટર ઉત્પાદકથી સંપૂર્ણ કૃષિ-ઉકેલ કારોબારમાં પરિવર્તિત થઈ રહી છે, જેનું વિઝન 100 હોર્સપાવરથી ઓછી ક્ષમતા ધરાવતા ટ્રેક્ટર સેગમેન્ટમાં વૈશ્વિક અગ્રણી બનાવવાનું છે. કંપની વૈશ્વિક બજારોમાં ખેડૂતોને સશક્ત બનાવવા માટે સટિક એગટેક, ઓટોમેશન, અને વૈકલ્પિક ઊર્જા મંચોમાં મહત્ત્વપૂર્ણ રોકાણ કરી રહી છે.
ટાફેના વાઇસ ચેરમેન ડો. લક્ષ્મી વેણુએ જણાવ્યું હતું કે “65થી વધુ વર્ષોથી ટાફેએ એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતા, વિશ્વસનીયતા અને ગુણવત્તા માટે મજબૂત પ્રતિષ્ઠા નિર્માણ કરી છે અને વિશ્વભરમાં ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. 80 દેશોમાં ઉપસ્થિતિની સાથે વિશ્વના સૌથી મોટા ટ્રેક્ટર ઉત્પાદકો પૈકીના એક તરીકે અમે વિશ્વની સાથે વિશ્વ માટે વિશ્વભરમાં ખેડૂતો માટે આધુનિક અને વિશ્વસનીય ઉકેલ પૂરા પાડીને સતત નવીનતા લાવવાનું ચાલુ રાખીએ છીએ.”
ટાફેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકા શ્રીનિવાસને ટાફેની વૈશ્વિક વ્યુહરચના પર ભાર મૂકતા જણાવ્યું હતું કે “ટાફે વિશ્વમાં સૌથી મોટી ઉત્પાદન ક્ષમતાની શ્રેણી, સબ-100 એચપી સેગમેન્ટમાં વૈશ્વિક નેતૃત્ત્વની આકાંક્ષા રાખે છે. મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિનું નિર્માણ કરવું એ વિશ્વભરમાં ખેડૂતોને સ્માર્ટ, સુલભ અને ટકાઉ મિકેનાઇઝેશન ઉકેલો ઓફર કરવાના ટાફેના મોટા વિઝનનો ભાગ છે, જે આપણી ‘કલ્ટિવેટિંગ ધ વર્લ્ડ’ની ફિલોસોફીને અનુરૂપ છે.” ટાફેએ સટિક એગટેક, સ્માર્ટ ખેતી, ઓટોમેશન, ઇલેક્ટ્રિફિકેશન અને વૈકલ્પિક ઊર્જાની ટેકનોલોજીઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, તેની સાથે સાથે ભવિષ્ય માટે તૈયાર પ્રોડક્ટ્સ અને કૃષિ ઉકેલોને વિકસિત કરવા માટે સ્ટાર્ટ-અપ અને શૈક્ષણિક ઇકોસિસ્ટમ્સની સાથે સક્રિય સહયોગ કરી રહી છે.
હાઇબ્રિડ ટ્રેક્ટર્સ
હાઇબ્રિડ ટ્રેક્ટર ટાફે ઇવીએક્સ75 હાઇબ્રિડ ટેકનિકમાં અભૂતપૂર્વ ઉપલબ્ધિ છે, જેમાં 75 એચપી હાઇબ્રિડ પાવરટ્રેનને ઇયુ સ્ટેડ વી ડિઝલ એન્જિન અને 400 વી ઇલેક્ટ્રિક બેટરી સિસ્ટમની સાથે જોડવામાં આવી છે. આ ડ્યુઅલ પાવરટ્રેન ટ્રેક્ટરને ઉચ્ચ માગ ધરાવતા ફિલ્ડવર્ક માટે શૂન્ય-ઉત્સર્જન ઇલેક્ટ્રિક મોડ અને હાઇબ્રિડ મોડમાં સંચાલિત કરવા સક્ષમ બનાવે છે, જે લવચિકતા, ઇંધણ કાર્યક્ષમતા અને પર્યાવરણીય જવાબદારી પૂરી પાડે છે. ઇવીએક્સ75 વૈશ્વિક કૃષિમાં પ્રદર્શન અને સ્થિરતા માટે નવો બેન્ચમાર્ક સ્થાપિત કરીને ઓછું ઉત્સર્જન અને ટકાઉતા પ્રાપ્ત કરે છે.
તેની લિક્વિડ-કૂલ્ડ હાઇ-વોલ્ટેજ સિસ્ટમ વિશ્વસનીય સંચાલન સુનિશ્ચિત કરે છે, જ્યારે 3-સ્પીડ ટ્રાન્સમિશન 40 કિમી/કલાક સુધી ઝડપ પૂરી પાડે છે. આરામ અને નિયંત્રણ માટે ડિઝાઇન કરેલા ઇવીએક્સ75માં એક સંપૂર્ણ એચવીએસી કેબ, ઇલેક્ટ્રો-હિડ્રોલિક રિઅર લિફ્ટ અને સ્વતંત્ર પીટીઓ છે. હાઇ-ફ્લો હાઇડ્રોલિક્સ અને ઓટોમેશન-તૈયાર ટેકનોલોજીની સાથે આ કોઇ પણ વાતાવરણમાં કાર્યક્ષમ, પર્યાવરણને અનુકૂળ કાર્ય માટે આદર્શ છે.
ટાફે ટેરા 2.0
ટાફેના વિઝન આધારિત માર્ગદર્શન પ્રણાલી ટેરા વિસ્ટાને યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મમાં એકીકૃત્ત કરે છે, જે વ્યાજબી, સ્કેલેબલ અને અનુકૂલનીય એગ્રિ-ટેક ઉકેલો પૂરા પાડે છે.
યુટિલિટી સિરિઝ
ટાફે 1015 ટાફેના 100+ એચપી કેટેગરીમાં પ્રવેશનું ચિહ્ન છે. 103 એચપી ઇયુ સ્ટેજ V એન્જિન, 30 એફ + 15 આર પાવર શટલ ટ્રાન્સમિશન અને 4000 કિગ્રાની ભાર ઉઠાવવની ક્ષમતાથી સજ્જ તેને હેવી-ડ્યુટી કાર્યો માટે બનાવવામાં આવ્યું છે. તેનું પ્રિમિયમ ક્લાઇમેટ-નિયંત્રિત કેબિન લાંબા સમય સુધીના કાર્યના કલાકો દરમિયાન શ્રેષ્ઠ ઓપરેટર આરામ અને ઉત્પાદકતા સુનિશ્ચિત કરે છે.
કોમ્પેક્ટ સિરિઝ
તદ્દન નવી ટાફે 6065 સિરિઝ કાર્યક્ષમતા સાથે દક્ષતાને સંયોજિત કરે છે. 65 એચપી સ્ટેજ V એન્જિન અને દ્વારા સંચાલિત અને હાઇડ્રોસ્ટેટિક અથવા મિકેનિકલ શટલ ટ્રાન્સમિશન વિકલ્પોની સાથે ઉપલબ્ધ તેનું હળવું ચેસિસ માટીના સંકોચનને ઓછું કરે છે અને સાથે સાથે બગીચાઓ, દ્રાક્ષની વાડીઓ અને નગરપાલિકાનાં કાર્યો માટે ઉત્કૃષ્ટ ગતિશીલતા પૂરી પાડે છે. ટ્રેક્ટર સંપૂર્ણ ફ્રેમ કેબિનથી સજ્જ છે અને તેનું વેરિઅન્ટ કેટેગરી IVમાં પણ ઉપલબ્ધ છે.
ફળો અને બગીચાની શ્રેણી
ટાફે 7515 જીઇ લો-પ્રોફાઇલ, નેરો-ટ્રેક ટ્રેક્ટર છે, જેને દ્રાક્ષની વાડીઓ, ફળોનાં ખેતરો અને પહાડી ક્ષેત્રો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 74 એચપી સ્ટેજ V એન્જિન, અનુકૂલિત ગ્રાઉન્ડ ક્લિઅરન્સ અને ટાઇટ ટર્નિંગ રેડિયસ તેને સિમિત જગ્યાઓ અને છત્ર હેઠળ સંચાલન માટે આદર્શ બનાવે છે.
તેના તાજેતરનાં નવીનીકરણ મારફતે ટાફે ટ્રેક્ટર “કલ્ટિવેટિંગ ધ વર્લ્ડ”નાં તેના વિઝનને મજબૂત બનાવવાનું જારી રાખે છે, જે ખેડૂતોને વિશ્વસનીય, કાર્યક્ષમ અને ટકાઉ ખેતીના ઉકેલો સાથે સશક્ત બનાવે છે.
ટાફે વિશેઃ
ટાફે – ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડની બ્રાન્ડ ટાફે ટ્રેક્ટર્સ 1996માં ભારતના ચેન્નઇમાં સ્થાપિત થઈ હતી. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વાર્ષિક ધોરણે 200,000થી વધુ ટ્રેક્ટર્સનું વેચાણ કરે છે અને 20થી 110 હોર્સપાવર સુધીની વિસ્તૃત્ત શ્રેણી ઓફર કરે છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં ત્રણ મિલિયનથી વધુ ખેડૂતો કરે છે. ટાફે એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવે છે. 2003માં, ટાફેએ યુરોપીયન બજારમાં ઇયુ સ્ટેજ V, ઇલેક્ટ્રિક અને કોન્સેપ્ટ હાઇડ્રોજન ટ્રેક્ટર્સની સાથે પ્રવેશ કર્યો છે, જેને 20થી વધુ દેશોમાં 200થી વધુ ડીલરશીપનું વૃદ્ધિ પામી રહેલું નેટવર્ક સ્થાપિત કર્યું છે.
ટાફેની પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 20-110 એચપી ટ્રેક્ટર્સ સામેલ છે, જે કોમ્પેક્ટ, યુટિલિટી, ઓર્ચાર્ડ અને સ્પેશિયાલિટી ટ્રેક્ટર્સ આવરે છે. અત્યાધુનિક એન્જિન ટેકનોલોજી વિકાસ માટે ડ્યુટ્ઝ એજી સાથેના સહયોગ સહિત વ્યુહાત્મક ભાગીદારીઓ એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા અને સતત નવીનીકરણ માટે ટાફેની વચનબદ્ધત્તા પર ભાર મૂકે છે. ટાફે 7515 કેબ ટ્રેક્ટર ઓફ ધ યર (ટીઓટીવાય) 2025 યુટિલિટી કેટેગરીમાં ફાયનલિસ્ટ તરીકે માન્યતા મળી હતી અને ઇવી28એ ટીઓટીવાય કેટેગરીઝમાં 2026માં ફાયનલિસ્ટ તરીકે પ્રવેશ કર્યો હતો, જે વિશ્વભરમાં ખેડૂતો માટે ઉચ્ચ ગુણવત્તા, પ્રદર્શન-ચલિત અને ભવિષ્ય માટે તૈયાર ઉકેલો પૂરા પાડવાની ટાફેની વચનબદ્ધત્તા પર ભાર મૂકે છે.
