હરિયાણાના ફરીદાબાદમાં ફરી વિસ્ફોટનો જથ્થો મળી આવ્યો
(એજન્સી)હરિયાણા, હરિયાણાના ફરીદાબાદમાં ફરી વિસ્ફોટનો જથ્થો મળી આવતા તમામ વિસ્તારમાં ખળભળાટ જોવા મળ્યો હતો. ફરીદાબાદના સેક્ટર-૫૬માંથી વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ૫થી ૬ લોકોની ધરપકડ કરી છે. ફરીદાબાદમાં ત્રીજા સ્થાનેથી વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. ફરીદાબાદમાં ગઇકાલે ૨૯૦૦ કિલો વિસ્ફોટક જપ્ત કરાયો હતો.
જમ્મૂ-કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે સંયુક્ત અભિયાનમાં અલ-ફલાહ મેડિકલ યુનિવર્સિટી એન્ડ હાસ્પિટલમાંથી વ્હાઇટ કોલર આતંકીને પકડી પાડ્યો હતો. આતંકી ડૉ.મુઝÂમ્મવલ શકીલની ધરપકડ બાદ ૨૯૦૦ કિલો વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકોનો જથ્થો બોમ્બ બનાવવામાં અને બ્લાસ્ટ કરવામાં ઉપયોગ કરવામાં આવવાનો હતો. જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તે અમોનિયમ નાઇટ્રેટ કહેવામાં આવી રહ્યુ હતુ.
ડૉ.મુઝાÂમ્મલની મહિલા સાથી ડૉ.શાહીન, જે લાલ બાગ, લખનઉના રહેવાસી છે. તેમને પણ પકડવામાં આવ્યા છે. પોલીસે તેમની ધરપકડ યુનિવર્સિટીમાંથી જ કરી હતી. ડૉ.શાહીને ડૉ.મુઝાÂમ્મલને એક કાર ઉપલબ્ધ કરી આપી હતી. આ મામલે પોલીસે મસ્જિદના ઇમામ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. જેઓએ આ વિસ્ફોટકનો જથ્થો છુપાવવામાં આ આતંકીઓની મદદ કરી હતી.
સોમવારે સાંજે લગભગ ૬.૫૨ વાગ્યે લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટમાં ૮ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદ સુરક્ષા કારણોસર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ ઐતિહાસિક લાલ કિલ્લાને આગામી ત્રણ દિવસ (મંગળ, બુધ અને ગુરુવાર) માટે સામાન્ય જનતા માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
