ડૉ. ઉમરે ધરપકડ ટાળવા માટે બ્લાસ્ટ કર્યો કે પછી 3 કલાક સુધી પાર્કિગમાં કોઈના આદેશની રાહ જોતો હતો
(એજન્સી)નવી દિલ્હી, સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે થયેલા વિસ્ફોટને આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવ્યો હોય એવું લાગે છે. જે સફેદ આઈ૨૦ કારમાં વિસ્ફોટ થયો હતો એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મેટ્રો સ્ટેશનના ર્પાકિંગમાંથી બહાર નીકળતી વખતે કારમાં કાળું માસ્ક પહેરેલો એક માણસ બેઠો જોવા મળ્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિની ઓળખ કાશ્મીરના પુલવામાના રહેવાસી ડૉ. મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે ઉમર હરિયાણાના ફરીદાબાદ આતંકવાદી મોડ્યૂલ સાથે જોડાયેલો છે. before carrying out the blast near Red Fort, fidayeen terrorist Dr. Umar Mohammad spent three hours inside Sunehri Mosque.
જમ્મુ અને કાશ્મીર પોલીસને ફરીદાબાદ મોડ્યૂલમાં સામેલ ચાર ડોક્ટરો વિશે માહિતી મળી હતી. સોમવાર સુધીમાં ઉત્તરપ્રદેશ અને હરિયાણામાંથી એક મહિલા ડોક્ટર સહિત ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમનાં ઠેકાણાંમાંથી ૨,૯૦૦ કિલો વિસ્ફોટકો પણ જપ્ત કર્યા હતા. ડોક્ટર ઉમર ચોથા ડોક્ટર હતો, જેને પોલીસ શોધી રહી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધરપકડો પછી ડૉ. ઉમર કાં તો પોતાની પાસે રહેલા વિસ્ફોટકોને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અથવા ધરપકડના ડરથી તેણે દિલ્હીમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. દિલ્હી વિસ્ફોટોમાં અત્યારસુધીમાં ૧૨ લોકોનાં મોત થયાં છે અને ૨૪ લોકો ઘાયલ થયા છે.
પોલીસ મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાવી રહી છે, જેથી નક્કી કરી શકાય કે ડૉક્ટર ઉમર એમાં સામેલ હતો કે નહીં. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. ઉમર વિસ્ફોટ પહેલાં લગભગ અઢીથી ત્રણ કલાક સુધી ર્પાકિંગમાં પાર્ક કરેલી તેનીઆઈ-૨૦ કારમાં બેઠો રહ્યો હતો. તેઓ એક ક્ષણ માટે પણ કાર છોડીને બહાર નીકળ્યો નહોતો.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. ઉમર ર્પાકિંગમાં કોઈની રાહ જોઈ રહ્યો હતો અથવા સૂચનાની રાહ જોઈ રહ્યો હતો. લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી છે.
