સુરતમાંથી નકલી પનીર બનાવવાનું નેટવર્ક પકડાયું
સુરત, સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી ‘સુરભી ડેરી’ ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ ૯૫૫ કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યાે છે.
જ્યારે આ ડેરી રોજેરોજ ૨૦૦ કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી.સૌથી ગંભીર બાબત એ છે કે, ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે ૨૦૦ કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે ૨૫૦થી ૨૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું.
નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતાં હતા. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે.સુરત એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, શહેરમાં કેટલાક તત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.
આ બાતમીના આધારે, ર્જીંય્ની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ‘સુરભી ડેરી’ પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે.
સૌ પ્રથમ સુરતના ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં આઈ.એન.એસ. હોસ્પિટલની પાછળ આવેલા સોરઠીયા કંપાઉન્ડમાં દુકાન નંબર ૪૩૪ ખાતેના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.આ ગોડાઉન ‘સુરભી ડેરી’ દ્વારા વિતરણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. દરોડા સમયે, ગોડાઉન પર ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ હાજર મળ્યા હતાં. પોલીસે જ્યારે ગોડાઉનની તલાશી લીધી, ત્યારે ત્યાંથી ૭૫૫.૬૨૧ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત રૂપિયા ૧,૮૧,૩૪૩ આંકવામાં આવી છે.
આ પનીર પ્લાસ્ટિકના પેકિંગમાં વેચાણ માટે તૈયાર રખાયું હતું. પોલીસે શૈલેષભાઈની કડકાઈથી પૂછપરછ કરતાં, તેમણે કબૂલ્યું કે આ તમામ જથ્થો વેચાણ માટે તેમના મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ, જે ઓલપાડના સાયણ ખાતે આવેલું છે, ત્યાંથી મંગાવવામાં આવ્યો હતો. આથી સાયણ ખાતે‘સુરભી ડેરી’નું મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું, જ્યાં આ ધીમા ઝેરનું ઉત્પાદન થતું હતું.ફેક્ટરી પર દરોડા સમયે, ડેરીના ભાગીદાર અને મુખ્ય સંચાલક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ હાજર મળી આવ્યા હતાં. ત્યાંનું દ્રશ્ય જોતાં ફેક્ટરીમાંથી નકલી પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી અને અન્ય શંકાસ્પદ ડેરી ઉત્પાદનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ફૂડ સેફ્ટી ઓફિસરોએ બંને સ્થળોએથી પનીર, દૂધ, બટર અને એસિડ સહિતના તમામ શંકાસ્પદ પદાર્થાેના સેમ્પલ લીધા છે. આ તમામ સેમ્પલને સીલ કરીને તપાસણી અર્થે હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
