૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાન
-ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
(એજન્સી)નવી દિલ્હી, સોમવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા બ્લાસ્ટથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે.
દિલ્હી બ્લાસ્ટના ત્રણ પ્રમુખ શંકાસ્પદોમાં ડૉ. મુજમ્મિલ, ડૉ. આદિલ અહેમદ ડાર અને ડૉ. ઉમર છે. ડૉ. ઉમર બ્લાસ્ટ સમયે જ માર્યો ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ડૉ. મુજમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે. હવે મુજÂમ્મલની પૂછપરછમાં ડરામણો ખુલાસો થયો છે. આ ડરામણો ખુલાસો એ છે કે આ લોકોએ દિલ્હીના લાલ કિલ્લા પર હુમલાનો પ્લાન બનાવ્યો હતો.
દિલ્હી બ્લાસ્ટ મામલે મુજÂમ્મલની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ડૉ. મુજÂમ્મલ અને ડૉ. ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી. આ માહિતી ડૉ. મુજÂમ્મલના ફોનના ડમ્પ ડેટામાંથી મળી છે. પૂછપરછમાં તપાસ એજન્સીને એ પણ જાણવા મળ્યું છે કે, તેમનો પ્લાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લાને ટાર્ગેટ કરવાનો હતો. તેઓ દિવાળી પર પણ ભીડભાડવાળી જગ્યાને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા.

સોમવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે ફરીદાબાદમાંથી ૨,૯૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કર્યું હતું. તેના કલાકોમાં જ લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ડૉ. ઉમર જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી મોડ્યુલનો એક સભ્ય હતો, જેમાં ડૉ. મુજÂમ્મલ અને ડૉ. આદિલ અહેમદ ડાર પણ સામેલ હતા. દિલ્હી વિસ્ફોટોમાં મૃત્યુઆંક વધીને ૧૩ થઈ ગયો છે અને ૨૧ ઘાયલ લોકોની હાસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આમાંથી પણ ઘણાની હાલત ગંભીર છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ હાફિઝ ઇશ્તિયાકને ફરીદાબાદથી શ્રીનગર લઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ડૉ. મુજÂમ્મલે હાફિઝ ઇÂશ્તયાકનું જ ઘર ભાડે રાખ્યું હતું. મુજÂમ્મલે હાફિઝ ઇશ્તિયાક પાસેથી ભાડે લીધેલા ઘરના એક રૂમમાંથી ૨૫૬૩ કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા. એનઆઈએ એપણ હાફિઝ ઇÂશ્તયાકની પૂછપરછ કરી રહી છે.
દિલ્હી વિસ્ફોટોની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ આગળ વધતાં, ચોંકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ માત્ર દિલ્હી જ નહીં, પરંતુ અયોધ્યા રામ મંદિર સહિત ઉત્તર પ્રદેશના અનેક ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓ વારાણસી અને અયોધ્યામાં પણ વિસ્ફોટ કરવા માંગતા હતા. ફરીદાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદી મોડ્યુલના સભ્ય ડૉ. શાહીનની પૂછપરછ દરમિયાન આ ખુલાસો થયો હતો.
