૩૮૦૦ બાળકોની હાર્ટ સર્જરીમાં મદદનો પલક મુચ્છલનો રેકોર્ડ
મુંબઈ, સિંગર પલક મુચ્છલે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત અને તેની બહારના વંચિત ૩૮૦૦ બાળકોને હૃદયની શશ્ત્રક્રિયા માટે પૈસા ભેગા કરી આપવામાં સહાય કરી હતી.
આ સદ્કાર્ય માટે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતની રેકોર્ડ બુક્સમાં સ્થાન મળ્યું છે. તે પોતાના દરેક સંગીત કાર્યક્રમની કમાણી અને પોતાની બચતને જીવન રક્ષક ચિકિત્સા કાર્યાેમાં ઉપયોગમાં લે છે.
આ ઉપરાંત તે વરસોથી કારગિલ શહિદોના પરિવારોની મદદ કરી હતી અને ગુજરાત ભૂકંપ પીડિતોની રાહત માટે ૧૦ લાખ રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું. પલકે મેરી આશિકી, કૌન તુઝે અને પ્રેમ રતન ધન પાયો જેવા ગીતો સાથે પોતાની સંગીતની કારકિર્દી શરૂ કરી હતી.SS1MS
