નોરા ફતેહીએ શ્રેયા ઘોષાલને ‘હરતી ફરતી ઓટોટ્યુન’ ગણાવી
મુંબઈ, એક્ટર ડાન્સર નોરા ફતેહીએ આંતરરાષ્ટ્રિય સ્તરે શ્રેયા ઘોષાલના વખાણ કર્યાં છે, તેણે બોલિવૂડને ન જાણતાં લોકોને ભારતીય સંગીત અને સંસ્કૃતિનો પરિચય મેળવવા માટે શ્રેયા ઘોષાલના ગીતો સાંભળવા સૂચન કર્યું છે.
તાજેતરમાં નોરા ફતેહી એક અમેરિકન પોડકાસ્ટમાં હાજર રહી હતી, જ્યાં તેણે કહ્યું કે ‘શ્રેયા ઘોષાલનો અવાજ તેણે સાંભળેલો સૌથી સુંદર અવાજ છે’.નોરા સીઆરાઝ પોડકાસ્ટમાં હાજર રહી હતી, જ્યાં તેણે પોતાની એક્ટિંગ અને સિંગિંગ કૅરિઅરની સફર વિશે વાત કરી હતી. સાથે જ તેણે પોતાની બેલી ડાન્સિંગની ટેલેન્ટ વિશે પણ વાત કરી છે.
આ ચર્ચામાં જ્યારે નોરાને બોલિવૂડ વિશે ન જાણતાં લોકોએ કયા કલાકારને સાંભળવા જોઈએ એવું પૂછવામાં આવ્યું તો નોરાએ તરત જ શ્રેયા ઘોષાલનું નામ કહ્યું હતું.નોરાએ કહ્યું, “જો તમે બોલિવૂડ વિશે નથી જાણતા અને તમે એ શું છે એ જાણવાની કોશિશ કરો છો તો હું કહીશ શ્રેયા ઘોષાલને સાંભળો. એ અદ્દભુત છે. મેં તેની સાથએ એક ગીત ગાયું છે, જેમાં હિન્દી ભાગ એણે ગાયો છે. તું એ સાંભળીને થોડાં જ દિવસોમાં મેસેજ કરીશ અને કહીશ, “વાઉવ!” તેનો અવાજ મેં સાંભળેલા સૌથી શ્રેષ્ઠ અવાજ છે.
તેણે કેટલીક લોકપ્રિય ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત ગાયેલાં છે, એ સિવાય તે સિંગલ્સ પણ ગાય છે. તે તો જાણે હરતી ફરતી ઓટોટ્યુન છે. એ જે રીતે ગાય છે તે આશ્ચર્યચકિત થઈ જવાય એવું છે.
જે પણ વ્યક્તિ બોલિવૂડ સંગીતને કે સંસ્કૃતિને સમજવા માગે છે, તેણે શ્રેયાના સાંભળવી જોઈએ.” તાજેતરમાં શ્રેયા સાથે ગાયેલાં ગીત ઓહ મામા તેતેમા અંગે નોરાએ કહ્યું, “જ્યારે એ લોકોએ મને કહ્યું કે મારે તેની સાથે ગાવાનું છે, તો હું ડરી ગઈ હતી. હું ખોટું નહીં બોલું. હું કોઈ ગાયક નથી. હું તો બસ મજા લઉં છું. પરંતુ એ ખરા અર્થમાં ગાયક છે.”SS1MS
