Western Times News

Gujarati News

રાજ્યમાં આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અનુસંધાને રાજ્યના પોલીસ વડાની મહત્વપૂર્ણ બેઠક

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવાની સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી

ATS સહિત તમામ ફિલ્ડ યુનિટના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સ્ટ્રેન્ધન કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

*માત્ર SOG ને જ નહીંપરંતુ લોકલ પોલીસને પણ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય રાખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા સૂચના*

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓશહેર પોલીસ કમિશનરશ્રીઓ અને જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આતંકવાદી ગતિવિધિઓ અનુસંધાને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવાની સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકીને આ બેઠકમાં ATS સહિત તમામ ફિલ્ડ યુનિટના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત (સ્ટ્રેન્ધન) કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની કામગીરીની સમીક્ષા કરી વિવિધ ૩૦ મુદ્દાઓ પર રજીસ્ટરની યોગ્ય નિભાવણી કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.

બેઠકમાં ખાસ કરીને આતંકવાદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગંભીર ગુનાઓમાં એટલે કે અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ તેમજ ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ ઉપરાંત NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ)આર્મ્સ એક્ટએક્સપ્લોઝિવ એક્ટફેક ઇન્ડિયન કરન્સી (નકલી ભારતીય ચલણ)અગાઉ પકડાયેલા આરોપીઓગુનાહિત ઇતિહાસ સહિતનું રજીસ્ટર નિભાવવા તથા આ પ્રકારના આરોપીઓ પર સતત વોચ રાખવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજ્યના પોલીસ વડા શ્રી સહાયે માત્ર SOG ને જ નહીંપરંતુ લોકલ પોલીસને પણ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય રાખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા માટે જરૂરી સૂચના આપી હતી.

આ મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ ભવન ખાતેથી ATS એડીજીપીશ્રી, ATS ડીઆઇજીશ્રીરાજ્યના આઈ.બી. (ઈન્ટેલિજન્સ બ્યુરો) ડી.આઇ.જીશ્રી હાજર રહ્યા હતા. જ્યારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ યુનિટના વડાતમામ પોલીસ કમિશનરશ્રી અને જિલ્લાઓના પોલીસ વડાશ્રીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.