દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું
શ્રીનગર, સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ આતંકવાદી ષડ્યંત્રની સઘન તપાસ કરી રહી છે, ધરપકડ કરાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એવામાં અહેવાલ છે કે આરોપી ડોક્ટર ઉમર નબીના જમ્મુ અને કશ્મીરના પુલવામા જીલ્લામાં આવેલા નિવાસસ્થાનને તોડી પાડવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ પુલવામા જીલ્લાના કોઈલ ગામમાં આવેલું ઉમર નબીનું ઘર તોડી પાડ્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમ્પ્›વાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસને મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.જમ્મુ અને કાશ્મીર પોલીસે ડોક્ટર નબીના સાથે જોડાયેલા છ લોકોની ધરપકડ કરી, જેમાં તેના પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે.
ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને અન્ય ગેરકાયદે પ્રવૃતિઓમાં સામેલ લોકોને કડક સંદેશ આપવા આ કાર્યવાહી કરવામાં છે. અગાઉ પહેલગામ આતંકવાદી હુમલા માટે આતંકવાદીઓને મદદ કરનાર લોકોના ઘર પણ તોડી પાડવામાં આવ્યા હતાં.
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે હ્યુન્ડાઇ આઈ૨૦માં બ્લાસ્ટ થયો હતો, એનડીએ ટેસ્ટથી સાબિત થયું કે ઉમર નબી કારમાં જ હતો અને તેણે જ આ બોમ્બ બ્લાસ્ટ કર્યાે હતો.નબી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ તે યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. મુઝમ્મિલ શકીલ ગની અને ડૉ. અદીલ રાથેર સાથે જોડાયેલો હતો. આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, બંને પર ફરીદાબાદમાં ૨,૯૦૦ કિલોથી વધુ એમોનિયમ નાઈટ્રેટ, ડેટોનેટર, ટાઈમર અને એસોલ્ટ રાઈફલ્સ એકત્રિત કરવાનો આરોપ છે.
હાલ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, આ દરમિયાન અલ ફલાહ યુનિવર્સિટીમાં ચાલી રહેલા મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે.SS1MS
