અંકલેશ્વરમાં કોમ્પ્યુટર કલાસીસની આડમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કાંડ ઝડપાયું
અંકલેશ્વર, અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસ ની આડ માં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટ કાંડ સામે આવ્યું છે. જેમાં મુખ્ય સૂત્રધાર એવા દિલ્હીનો ભેજાબાજ વોન્ટેડ જાહેર કરાયો છે.
ધોરણ ૧૦ અને ૧૨ અને આઈ.ટી.આઈ ની નકલી માર્કશીટ માત્રે ૧૦ થી ૧૫ હજાર માં બનતી હતી. દિલ્હીના ઠગ દિલ્હીથી માર્કશીટ બનાવી કુરિયર કરતા હતો.પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ સહીત કોમ્પ્યુટર મળી ૪૫ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
અંકલેશ્વરમાં કાપોદ્રા પાટિયા પર આવેલ હેપ્પી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસ ની આડમાં ધોરણ ૧૦, ૧૨ અને આઇ.ટી.આઇ. ની ડુપ્લીકેટ માર્કશીટ, સર્ટીફીકેટ બનાવી અપાતી હોવાની ભરૂચ એસ.ઓ.જીને માહિતી મળતા જયેશ પ્રજાપતિના ક્લાસમાં દરોડો પાડ્યો હતો.
ક્લાસિસમાંથી દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ, સેકેન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, સાયન્સ, આઈ.ટી.આઈ ની વિવિધ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આરોપી બોગસ સર્ટી બનાવવાના ૧૫ હજાર રૂપિયા લેતો. જે દિલ્હીના કોઈ ભેજાબાજ મુખ્ય સૂત્રધાર બનાવી તેને ઓનલાઇન ¹ ૭૫૦૦ પેમેન્ટ કરતા હતો.
આરોપીની દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડમાં ધરપકડ કરી ૨૧ ડુપ્લિકેટ માર્કશીટ, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઇલ સાથે ધરપકડ કરાઈ હતી.જયેશ પ્રજાપતિ નકલી માર્કશીટ બનાવી આપવાના ૧૫ હજાર રૂપિયાનો ચાર્જ કરતા હતો.
૭૫૦૦ રૂપિયા દિલ્હીના ઈસમને મોકલી આપતા હતો, જે પેમેન્ટ મળ્યા બાદ જે તે માર્કશીટ બનાવી કુરિયર કરી આપતો હતો અને માત્ર એક અઠવાડિયામાં ડુપ્લીકેટ માર્કશીટ બની આવી જતી હતી.
એસઓજી પોલીસએ ઝડપાયેલ ઈસમ પાસેથી મળી આવેલ દિલ્હીના ઈસમના મોબાઈલ નંબર તેમજ અન્ય વિગતો આધારએ દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.SS1MS
