‘હું આગામી વર્લ્ડ કપ પછી નિવૃત્ત થઇ જઈશ’: રોનાલ્ડો
મુંબઈ, ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નિવૃત્તિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, ૨૦૨૬નો ફિફા વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં યોજાશે.
તાજેતરની માહિતી પ્રમાણે પોર્ટુગલ યુરોપિયન ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્ર›પ હ્લ માં ટોચ પર છે, અને જો તેઓ ૧૩ નવેમ્બરે આયર્લેન્ડને હરાવે તો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે.રોનાલ્ડોએ જણાવ્યું છે કે, ‘જો હું ૨૦૨૬ વર્લ્ડ કપમાં રમે છે, તો તે તેનો છઠ્ઠો વર્લ્ડ કપ હશે.’ નોંધનીય છે કે રોનાલ્ડોની કારકિર્દીમાં લગભગ દરેક મુખ્ય ટાઇટલ શામેલ છે, પરંતુ વર્લ્ડ કપ ટ્રોફી અગમ્ય રહી ગઈ છે.
તેમણે કહ્યું કે, ‘હું હવે ૪૧ વર્ષનો થઈ રહ્યો છું, અને આ મેદાનમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હશે.રોનાલ્ડોએ સાઉદી અરેબિયામાં એક ફોરમ દરમિયાન વીડિયો લિંક દ્વારા બોલતા કહ્યું કે, ‘હા, ચોક્કસપણે ૨૦૨૬ વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. હું ૪૧ વર્ષનો થઈશ અને મને લાગે છે કે આ યોગ્ય સમય હશે.
અને એક કે બે વર્ષમાં વ્યાવસાયિક ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈશ.ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડોએ ક્લબ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૯૫૦ થી વધુ ગોલ કર્યા છે. તેમણે કહ્યું કે ‘હું ટૂંક સમયમાં નિવૃત્તિ લઈશ.’ ત્યારે તેનો અર્થ થાય છે, તે આગામી એક કે બે વર્ષમાં નિવૃતિ લઈ શકે છે.SS1MS
