અમૃતા શેરગિલની બાયોપિકમાં તબુનો ખાસ કેમિયો હશે
મુંબઈ, મીરા નાર હાલ અમૃતા શેરગિલની બાયોપિકની તૈયારી કરી રહી છે. જેનું શૂટિંગ માર્ચ ૨૦૨૬માં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મમાં તબુનો એક વિસ્તૃત કેમિયો પણ હશે. મીરા નાયર અને તબુ આ ફિલ્મ દ્વારા ત્રીજી વખત સાથે કામ કરશે.
આ પહેલા તેમણે ૨૦૦૬માં ધ નેમસેક અને ૨૦૨૦માં એક વેબ સીરીઝ અ સ્યુટેબલ બોયમાં કામ કર્યુ હતું. ફિલ્મ માટે નિર્માતા શોધવામાં જ મીરા નાયરને ચાર વર્ષ લાગ્યાં હતાં. અમૃતા શેરગિલની મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે અંગે અનેક અટકળો વ્યક્ત થી રહી છે.
આ ફિલ્મમાં ૧૯૧૫ થી ૧૯૪૧ સુધીના સમયગાળાને સાંકળી લેવામાં આવશે. ફિલ્મમાં ભારત ઉપરાંત હંગેરી તથા ળાન્સનું બેકગ્રાઉન્ડ પણ વાર્તાની જરુરિયાત પ્રમાણે દર્શાવાશે.SS1MS
