દિલ્હી આતંકવાદી હુમલો ટાળી શકાયો હોત: ગુપ્તચર વિભાગે આપી હતી માહિતી
જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્થાનીક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને યુનીવસીટી કેમ્પસમાં ડો. મુઝમ્મિલ અહેમદ ગની ઉર્ફે મુસૈબની પુછપરછ કરી હતી.
ગુપ્તચર વિભાગે ર૮ ઓકટોબરે અહેવાલ રજુ કર્યો છતાં પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ
(એજન્સી)નવીદિલ્હી, ર૮ ઓકટોબરના રોજ ગુપ્તચર વિભાગના એક પોલીસ અધિકારીએ ધીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને અલ ફલહ યુનિવસીટી નજીક શંકાસ્પદ વ્યકિતઓને અને ગતીવીધીઓને જાણ કરી. તેમણે આ રીપોર્ટ તેમના ઉપરી અધિકારીઓને મોકલ્યો. આશ્ચર્યજનક રીતે સ્થાનીક પોલીસેઅને ક્રાઈમ બ્રાન્ચ આ રીપોર્ટ મળ્યા પછી ઘણા દીવસો સુધી બેદરકાર રહયા.
એક સત્તાવાર ગુપ્તચર સુત્રએ જણાવ્યું હતું કે ર૮ ઓકટોબરે તૈયાર કરાયેલો આ અહેવાલ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ ૩૦ ઓકટોબરે અલ આફીયા યુનિવસીટી પહોચી હતી.
જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્થાનીક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને યુનીવસીટી કેમ્પસમાં ડો. મુઝમ્મિલ અહેમદ ગની ઉર્ફે મુસૈબની પુછપરછ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજુ કરવામાં આવી હતી અને ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવ્યા બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ બધું હોવા છતાં ધરપકડ કરાયેલા ડોકટરના આતંકવાદી સંગઠન સાથેના સંબંધો હોવા છતાં સ્થાનીક સ્તરે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. યુનિવસીટી કેમ્પસથી માત્ર પ૦૦ મીટર અને ૩ કિલોમીટર દુર ર,૯૦૦ કિલોગ્રામથી વધુ વિસ્ફોટકો અને અન્ય બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી.
આ વિસ્ફોટોકો અને સામગ્રી ૮,૯ અને ૧૦ નવેમ્બરના રોજ યુનિવસીટી કેમ્પસમાં પાર્ક કરેલી કાર અને ડો. મુઝમ્મિલની માલીકીના બે ભાડાના સ્થળોએથી મળી આવી હતી.
આશ્ચર્યજનક રીતે આ વિસ્તારમાં ર,૯૦૦ કિલોગ્રામથી વધુ વિસ્ફોટકો બોમ્બ બનવવાની સામગ્રી અને મોટી માત્રામાં શસ્ત્રો લાવવામાં આવ્યા હતા. સ્થાનીક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોને આ વાતની જાણ નહોતી. પોલીસ પ્રવકતા યશપાલસિંહે જણાવયું હતું કે અમારી ટીમોએ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને વિસ્ફોટકો અને શસ્ત્રો જપ્ત કર્યા.
સંયુકત ટીમે કોઈપણ ગુનો આચારતા તે પહેલાં આરોપીઓને ધરપકડ કરીને આ કાર્યવાહી કરી હતી. અમારી ટીમો અન્ય તપાસ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. વ્હાઈટ કોલર આતંકવાદી મોડયુલ સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ફરીદાબાદ મોડયુલના શંકાસ્પદ આતંકવાદી ડો.મુઝમ્મિલ ગનાઈએ અગાઉ લાલ કિલ્લા વિસ્તારની રેકી કરી હતી.
તેમના મોબાઈલ ફોન ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છેકે તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં ઘણી વખત લાલ કિલ્લા વિસ્તારની તપાસ કરી હતી. દરમ્યાન દિલ્હી પોલીસ સ્પેશીયલ સેલ ફરીદાબાદની અલ ફલાહ યુનિવસીટીમાં સતત લોકોની પુછપરછ કરી રહયું છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં ૧૦ થી વધુ લોકોની પુછપરછ કરી છે.
