Western Times News

Gujarati News

ગુજરાતમાં ‘મોબાઇલ ક્રાઇમ’નો ખતરો વધ્યો, સુરત ‘માલવેર કેપિટલ’ બન્યું!

છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં ૩૮.૧૫ લાખ માલવેર ડિટેક્શન નોંધાયા

અમદાવાદ, આજે ઘણા લોકો એકપણ મિનિટ મોબાઈલ વગર રહી શકતા નથી. ઘણા લોકો તેમની તમામ વિગતો જેવીકે પાસવર્ડ, બેંક ડિટેલ વગેરે ફોનમાં રાખતા હોય છે. જેના કારણે હવે સાયબર ક્રિમિનલ્સ માટે મોબાઈલ હેક કરવું આસાન બની ગયું છે. ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને સિક્રાઈટના ‘ધ ઈન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ ૨૦૨૫’ મુજબ સાયબર ગુનેગારો માટે હવે સ્માર્ટફોન સૌથી હોટ ટાર્ગેટ છે અને ગુજરાત તેમના મનપસંદ શિકારના મેદાનોમાંથી એક છે.

રિપોર્ટ મુજબ સુરત ભારતમાં માલવેર કેપિટલ તરીકે ઉભરી આવ્યું હતું, જે રાષ્ટ્રીય ડિટેક્શનના ૧૪.૬ ટકા અને પ્રતિ ઉપકરણ ૬૯.૩ ધમકીઓ મળી હતી. જ્યારે અમદાવાદ, પ્રતિ ઉપકરણ ૩૮.૯ ડિટેક્શન સાથે સાતમા ક્રમે હતું. સૂત્રો મુજબ, “ઈન્ફોસ્ટીલર” માલવેર, વોટ્‌સએપ અથવા જીસ્જી દ્વારા ફેલાય છે, જે બેંકો અથવા સરકારી વિભાગો તરફથી આવતા હોય તેવું લાગે છે.

પીડિતોને ઘણીવાર કહેવામાં આવે છે કે તેમને કોઈ ઇનામ મળવાનું છે અથવા તેમણે દંડ ચૂકવવો પડશે અને તેમને એક છઁદ્ભ ડાઉનલોડ કરવા માટે પ્રેરવામાં આવે છે.એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ એપ જીસ્જી મેસેજના ઍક્સેસની માંગ કરે છે, જેનાથી તે વન-ટાઇમ પાસવડ્‌ર્સ અને બેંકિંગ નોટિફિકેશનને ઇન્ટરસેપ્ટ કરી શકે છે.

ત્યારબાદ આ એપ ચોરાયેલો ડેટા કમાન્ડ-એન્ડ-કંટ્રોલસર્વર – જે હેકર્સ દ્વારા ચોરાયેલ ડેટા મેળવવા માટે ઉપયોગમાં લેવાતી રિમોટ સિસ્ટમ છે – અથવા ફાયરબેઝ જેવી ક્લાઉડ સેવાઓ પર અપલોડ કરે છે, અને આ દરમિયાન પોતાની ઓળખ છુપાવવા માટે તેના આઇકનને પણ છુપાવી દે છે.

QR સ્કેનર તરીકે છુપાયેલું હોય છે, તે એક્સેસિબિલિટી સર્વિસિસ (વિકલાંગ વપરાશકર્તાઓ માટેની સુવિધા) નો દુરુપયોગ કરીને સ્ક્રીન વાંચી શકે છે અને કીસ્ટ્રોક્સ (તમે જે ટાઈપ કરો છો) લોગ કરી શકે છે. તે તમારા ડિસ્પ્લેને લાઇવ સ્ટ્રીમ પણ કરી શકે છે, જેનાથી ગુનેગારો તમને ઓળખપત્રો (ક્રેડેન્શિયલ્સ) દાખલ કરતા જોઈ શકે છે. જે હેકર્સને તમારા ફોનનું સંપૂર્ણ રિમોટ કંટ્રોલ આપે છે અને પાસવડ્‌ર્સ કેપ્ચર કરવા માટે નકલી લોગિન સ્ક્રીન સક્ષમ કરે છે.

છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં ૩૮.૧૫ લાખ માલવેર ડિટેક્શન નોંધાયા છે – જે ભારતમાં ચોથો સૌથી વધુ આંકડો છે. સિક્રાઈટ અને ક્વિક હીલ એન્ટિવાયરસ સોફ્ટવેર દ્વારા મોનિટર કરાયેલા ૮.૪૪ મિલિયન ઉપકરણોમાંથી, દર ત્રણમાંથી એકમાં માલવેર જોવા મળ્યો હતો.જાસૂસી અને રેન્સમવેર માટે ઉપયોગમાં લેવાતું ઇટ્ઠકીઙ્મ ઇછ્‌ વધુ આગળ વધે છે.

એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે કોલ લોગ, મેસેજ વાંચવાની અને કેમેરા ચાલુ કરવાની અથવા ખંડણી માટે ફાઇલોને લોક કરવાની પણ મંજૂરી આપે છે. તે એન્ક્રિપ્ટેડ ચેનલો અથવા ટેલિગ્રામ બોટ્‌સ દ્વારા તેના ઝ્ર૨ સર્વર સાથે ગુપ્ત રીતે વાતચીત કરે છે, જેના કારણે તેને ટ્રેસ કરવું લગભગ અશક્ય બની જાય છે.

ઓક્ટોબર ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે દર મિનિટે ભારતીય ઉપકરણો પર ૭૦૨ સંભવિત હુમલા થયા હતા. ટ્રોજન અને ફાઇલ ઇન્ફેક્ટર્સ હવે મોબાઇલ ઘટનાઓના ૬૮ ટકા હિસ્સો ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું કે, કોઈપણ સરકાર કે બેંક તમને ક્યારેય છઁદ્ભ લિંક મોકલશે નહીં. આવી લિંક મળે તો તેને ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ.એક રિપોર્ટ મુજબ એન્ડ્રોઇડ પરની નકલી ઝ્રરટ્ઠંય્ઁ્‌ એપ્સ મુખ્ય સાયબર સ્કેમ તરીકે ઝડપથી ઉભરી રહી છે. આ એપ્સ કાયદેસર છૈં ચેટ ટૂલ્સ તરીકે દેખાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.