પાલનપુરમાંથી ૧ કરોડની પ્રતિબંધિત દવાઓ ભરેલું ગોડાઉન ઝડપાયું
પાલનપુર, કેન્દ્રીય નાર્કાેટિક્સ બ્યુરો દ્વારા પાલનપુરમાંથી સાતેક દિવસ અગાઉ એન્ડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક સમીક્ષા મોદી અને સુનિલ મોદી પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન મોદી દંપતિએ પાલનપુરના ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો હોવાનું કબૂલ્યું હતું. જેથી નાર્કાેટિક્સ બ્યુરોની ટીમે ગોડાઉનમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કર્યાે હતો.
૨૦૨૪માં ધાનેરા અને થરાદ વિસ્તારમાં કેન્દ્રીય નાર્કાેટિક્સ બ્યુરોએ રેડ કરીને કરોડોની પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી તેમજ આ દવાઓ વેચતા બે જણાની અટકાયત કરી હતી. જ્યારે દવા બનાવતી કંપનીના માલિક દંપતી ફરાર હતું.
આ દંપતીની ૬ દિવસ પહેલાં જ ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા દંપતી સમીક્ષા મોદી અને સુનિલ મોદીએ રિમાન્ડ દરમિયાન પાલનપુરના ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો હોવાનું કબૂલ્યું હતું. જેથી નાર્કાેટિક્સ બ્યુરોની ટીમે ગોડાઉનમાંથી એક કરોડની પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કર્યાે હતો.
જેમાં ૨૮૦૦થી વધુ કોડીનની બોટલો, ૨૬,૦૦૦થી વધુ ટ્રામાં ડોલના ઇન્જેક્શન સહિત દવાઓનો મુદ્દામાલ કબજે કર્યાે હતો.ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં કેન્દ્રીય નાર્કાેટિક્સ બ્યુરોએ રેડ કરીને બે આરોપીઓને ઝડપી લીધા હતા.
અગાઉ પકડાયેલા આરોપીઓએ એન્ડી ફાર્માસ્યુટિકલનું લાઇસન્સ જમા કરાવ્યું હતું અને ત્યારબાદ ગેરકાયદે દવાઓ બનાવતા હતા. આથી કેન્દ્રીય નાર્કાેટિક્સ બ્યુરોની ટીમે આજે પાલનપુરમાંથી રેડ કરી એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પોલીસ મથકને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS
