ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ ઉપર હુમલો
અમદાવાદ, ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ સાથે તકરાર કરી હતી અને યુવકની પત્નીને ધક્કો મારી નીચે પાડી દીધા પછી યુવકને લાકડીના ફટકા મારીને લોહી લુહાણ કર્યાે હતો. આ બનાવમા મહિલાએ ભત્રીજાને ઘરે જા શું કરવા ચોકમાં રમે છે કહેતા મારા મારી થઇ હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે પડોશમાં રહેતી મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પડોશીએ મહિલાને યુવકની પત્ની ધક્કો મારી નીચે પાડયા ઃ લાકડીઓ મારતા યુવક લોહી લુહાણ ખોખરા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યોખોખરામાં રામજી મંદિર સામે રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક તથા મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતના સમયે તેમની ઘરના ઓટલા પર બેસીને પાડોશમાં રહેતી મહિલાઓ સાથે વાત કરતા હતા. જેમાં ૫ વર્ષનો બાળક ઘરની આગળ ચોકમાં રમતો હતો.
જેથી આ ભત્રીજાને હવે ઘરે જા શું કરવા ચોકમાં રમે છે કહેતા પાડોશમાં રહેતા આરોપી અને તેની પત્નીએ તકરાર કરીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્યારબાદ પડોશીએ મહિલાના પિયરમાં ફોન કરીને તમારી બેનને સમજાવો જેમ તેમ બોલે છે તેમ કહેતા ફરિયાદીએ આરોપીને કેમ મારી સાસરીમાં ફોન કર્યાે જે વાત કરવી હોય મારી સાથે કરો કહેતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન ચાર લોકોએ ભેગા મળીને ઝઘડો કરીને દંપતીને ગાળો બોલીને દંડાથી દંપતિને માર માર્યાે હતો.SS1MS
