Western Times News

Gujarati News

સરકારે વેક્સિનની આડઅસરથી થયેલા મોતના આંકડા છુપાવ્યાના આક્ષેપોનો કેસ

તમને ભારત કરતાં યુકે સરકારના આંકડાઓ પર વધુ વિશ્વાસ છે ? કોરોના રસીથી મૃત્યુ મામલે સુપ્રીમ કોર્ટની ટકોર

નવી દિલ્હી, કોરોના મહામારી દરમિયાન રસીની આડઅસરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી ઓછી દર્શાવી હોવાનો દાવો કરતાં એક અરજદારના વલણની સુપ્રીમ કોર્ટે ટીકા કરી હતી.

સુપ્રીમે અરજદારને ટકોર કરતાં કહ્યું હતું કે, તમને યુનાઈટેડ કિંગડમ દ્વારા જારી કરાયેલા આંકડા પર વિશ્વાસ છે પરંતુ ભારત સરકારના આંકડા પર નહીં. રસીની આડઅસર ઉપરાંત કોવીડશીલ્ડ વેÂક્સનનો પ્રથમ ડોઝ લીધા બાદ બે મહિલાઓના મોત થયાનો દાવો કરતી સહિતની અરજીઓની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ તથા સંદીપ મહેતાની બેન્ચે ઉપરોકત ટિપ્પણી કરી હતી.

આ પૈકીના એક કેસમાં અરજદાર વતી ઉપસ્થિત રહેતા સિનિયર વકીલ કોલિન ગોન્ઝાલ્વીએ જણાવ્યું હતું કે, યુકેમાં પણ આ જ વેÂક્સન અપાઈ હતી અને ભારતે યુકેની તુલનામાં ૩૦ ગણી વધુ વેÂક્સન લોકોને આપી હતી. બન્ને વચ્ચેનો તફાવત એટલો મોટો છે કે, પારદર્શક રીતે મૃત્યુના આંકડા જારી કરનાર યુકેની તુલનાએ ભારત મૃત્યુઆંક છુપાવી રહ્યું હોવાનું જણાય છે.

અરજદારના વકીલની આ દલીલ બાદ જસ્ટિસ નાથે તેમને સવાલ કર્યો કે, તમે માનો છો કે યુકેએ તેની વેબસાઈટ પર તમામ આંકડા સાચા મૂકયા છે જ્યારે તમારા દેશમાં આવું નથી થયું ? આથી ગોન્ઝાલ્વીએ કહ્યું કે, યુકેના આંકડા સાચા જણાઈ રહ્યા છે પરંતુ કદાચ મારું આ માનવું ખોટું હોઈ શકે.

ગોન્ઝાલ્વીસે બેન્ચને જણાવ્યું કે, અરજદારે આ મામલે તપાસ માટે નિષ્ણાંતોની સ્વતંત્ર કમિટી નિમવાની અપીલ કરી છે. સરકાર તરફથી ઉપસ્થિત રહેલા એડિશનલ સોલિસીટર જનરલ ઐશ્વર્યા ભાટીએ આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ મામલે સર્વોચ્ચ અદાલતે અગાઉ પોતાનો ચુકાદો આપી દીધો છે. તેમણે આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારતે રસીના રર૦ કરોડ ડોઝ આપ્યા હતા.

જેમાં એઈએફઆઈ (રસી લીધા બાદ થતી આડઅસર)ના ૯ર,૬૯૭ એટલે કે માત્ર ૦.૦૦૪ર ટકા કેસ નોંધાયા હતા અને મૃત્યુના ૧,૧૭૧ એટલે કે ૦.૦૦૦૦પ ટકા કેસ નોંધાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન વેÂક્સનને કારણે મૃત્યુ નિવારી શકાયા હોવાના પુરાવા દર્શાવતા તબીબી દસ્તાવેજી પુરાવા પણ ઉપલબ્ધ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.