૫૪ વર્ષ બાદ મળી આવ્યું બરેલીની બજારમાં નીચે પડેલું ઝુમખું
બરેલી, તમે સાચુ વાંચ્યું છે. ૧૯૬૬માં એટલે કે આજથી ૫૪ વર્ષ પહેલા જે ઝુમકુ બરેલીનાં બજારમાં પડ્યો હતો, તે આખરે ૫૪ વર્ષ બાદ બરેલીનાં ચોક પર મળી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૬૬માં આવેલી સુપરહિટ ફિલ્મ મેરા સાયાનું એક ગીત ખુબ જ પ્રસિદ્ધ થયું હતું તેનાં બોલ હતા (ઝુમખાં ગિરા રે બરેલી કે બજારમેં) આ ગીતે બરેલીને હિન્દુસ્તાનનાં દરેક વ્યક્તિનાં મોઢે લાવી દીધી હતી. એવામાં બરેલીમાં એક વિશાળ ઝુમકું લગાવવાની તૈયારી કરી. તેના માટે બરેલીમાં એક વિશાળ ઝુમખુ બનાવવામાં આવ્યું છે. હાલ તો બરેલી શહેર માટે પણ આ ઝુમખું આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.
આ ઝુમકુ ખુબ જ વિશાળ છે. તેને એક પિલ્લર પર ૩૨ ફુટની ઉંચાઇ પર લગાવવામાં આવેલો છે. તેનું વજન આશરે ૨.૭ ક્વિન્ટલ છે. આ ત્રણ રસ્તા પર લગાવવામાં આવેલા વિશાળ ઝુમકાનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી સંતોષ ગંગવારે કર્યું. ગંગવારે બરેલીનાં સાંસદ પણ છે. આ ઘટના પ્રસંગે તેમણે કહ્યું કે, બરેલીની ઓળખ વધારે મજબુત બનશે. બરેલી વિકાસ પ્રાધિકરણનાં કમિશ્નર રણવીર પ્રસાદે કહ્યું કે, તેમણે બરેલીની સાંસ્કૃતિક ધરોહરને લોકોની સામે મુકવાનો પ્રયાસ કર્યો છે.