Western Times News

Gujarati News

આરાધ્યાના જન્મદિવસે દાદા અમિતાભ બચ્ચન ‘ભાવુક’ થયા

મુંબઈ, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરાની દીકરી આરાધ્યા બચ્ચન ૧૪ વર્ષની થઈ ગઈ છે. આ વિશેષ અવસર પર તેમના દાદા અમિતાભે એક ભાવુક વ્લોગ લખીને તેને આગામી વરીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વ્લોગમાં બિગ બીએ આરાધ્યાના બર્થ-ડેની શુભેચ્છા સાથે પોતાના જીવનના અનુભવોને વાગોળ્યા હતા.

અમિતાભ બચ્ચને પોતાના વ્લોગમાં લખ્યું છે કે ‘આરાધ્યાના જન્મની પૂર્વસંધ્યા પર શુભેચ્છાઓ. આપણા દરેકના અંદરનું બાળક સમય સાથે મોટું થાય છે અને આપણે તેને અભિનંદન આપીએ છીએ. મારી પ્રિય વ્યક્તિના જન્મની સવાર છે અને અમે તેના માટે પ્રાર્થના કરીએ. તમામ આશીર્વાદ તેના પર વરસે.’બિગ બીએ વ્લોગમાં આગળ લખ્યું હતું કે ‘છેલ્લા દિવસોમાં નુકસાનનું દુઃખ ખૂબ ગહન રહ્યું છે, પરંતુ જીવન આગળ વધતું રહે છે તેમ જ જીવન અને સમયના નિયમ મુજબ થાય છે. અમારી પ્રાર્થનાઓ અવિરત ચાલુ છે.

અમે જીવીએ છીએ, અનુભવ કરીએ છીએ, મક્કમ રહીએ છીએ અને જીવનના અવરોધોને પાર કરીએ છીએ પણ આ અમારો વિશ્વાસ છે અને આ ક્રમ ચાલુ રહેશે.’ તેઓના આ શબ્દો તેમની જીવનદૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે.અમિતાભ બચ્ચન હમણા જ અવસાન પામેલા પીઢ અભિનેત્રી કામિની કૌશલના નિધન અંગે દુઃખ વ્યક્ત વ્યક્ત કર્યું હતું.

કામિની કૌશલના ફિલ્મી યોગદાન અને પરિવાર સાથેની નિકટતા અંગે મહત્ત્વની વાત જણાવી હતી. તેમણે લખ્યું હતું કે ‘તેઓ પ્રેમાળ અને પ્રતિભાશાળી કલાકાર હતા. તેમના નિધનથી એક મહાન યાદોના યુગનો અંત આવ્યો, જે ફિલ્મ જગત અને મિત્રો માટે મોટું નુકસાન છે. એક પછી એક તેઓ અમને છોડીને જઈ રહ્યા છે, આ ખૂબ દુઃખદ ક્ષણ છે જેમાં માત્ર શોક અને પ્રાર્થના છે.

અહીં એ જણાવવાનું કે બિગ બીએ પોતાના બ્લોગમાં એક સાથે બે વાત કરી છે, જેમાં એક ખુશીની વાત શેર કરી, જ્યારે બીજી વર્તમાન પરિસ્થિતિની પણ. રહી વાત દીકરા અભિષેકની દીકરીની તો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન ૨૦૦૭માં થયા હતા અને ચાર વર્ષ પછી ૧૬ નવેમ્બર ૨૦૧૧માં ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.