રાજકુમાર રાવ અને પત્રલેખાની ચોથી લગ્નતિથીએ પુત્રી અવતરી
મુંબઈ, બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ પિતા બન્યા છે. તેમની પત્ની પત્રલેખાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેતાએ આ ખાસ સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા છે.
આજે રાજકુમાર રાવ અને પત્રલેખાની ચોથી મેરેજ એનિવર્સરી છે અને હવે બાળકીના આગમનથી તેમનો આનંદ બમણો થઈ ગયો છે.અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર ખુશખબર શેર કરતા લખ્યું, “અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર, ભગવાને અમને અત્યાર સુધીના સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે.”
અભિનેતાએ ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના રોજ પત્રલેખા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ૨૦૧૪ની ફિલ્મ સિટી લાઇટ્સમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં તેમના અભિનયને ખૂબ જ પ્રશંસા મળી હતી. ત્યારબાદ તેઓ વધુ નજીક આવ્યા હતા.એક્ટરની પોસ્ટ પર ફેન્સ તરફથી અભિનંદન સાથે અસંખ્ય પ્રતિક્રિયાઓ મળી છે.
અભિનેતા વિકી કૌશલે કોમેન્ટ કરી કે, ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, ભગવાન તને આશીર્વાદ આપે.” મિસિંગ લેડીઝ અભિનેત્રી નિતાંશી ગોયલે લખ્યું, “બેસ્ટ ન્યૂઝ, ખૂબ ખૂબ અભિનંદન.” અન્ય એક વ્યક્તિએ લખ્યું, “રાજકુમાર અને પત્રલેખા બંનેને અભિનંદન.” રાજકુમાર રાવ અને પત્રલેખાને આ ખાસ પ્રસંગે દરેક ક્ષેત્ર તરફથી પ્રેમ અને શુભેચ્છાઓ મળી રહી છે.SS1MS
