સલમાન ખાન અને તમન્ના ભાટિયાની કેમેસ્ટ્રી પર ફેન્સ ફીદા થયા
મુંબઈ, બોલિવૂડના દબંગ સલમાન ખાન આ સમયે કતારની રાજધાની દોહામાં પોતાના ‘દા-બંગ રીલોડેડ’ ટૂર પર છે. એક્ટરની આ ટૂરમાં તેની સાથે બોલિવૂડના સ્ટાર્સ જેમ કે તમન્ના ભાટિયા, જેકલીન ફર્નાન્ડીઝ, સુનીલ ગ્રોવર, મનીષ પાલ જેવા કલાકારો શામેલ છે.
હવે કતારના દોહામાં કલાકારોના શાનદાર પરફોર્મન્સના વિડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને સલમાન ખાન અને તમન્ના ભાટિયાનું સાથેનું ડાન્સ પરફોર્મન્સ આૅડિયન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
તમન્નાએ સલમાન અને કેટરીના કૈફ પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘દિલ દિયા ગલ્લાં’ પર પણ પરફોર્મ કર્યું, જેને જોયા પછી સોશિયલ મીડિયા યૂઝર્સને ‘ઝોયા’ એટલે કે કેટરીના કૈફની યાદ આવી ગઈ.દોહામાં પોતાની પરફોર્મન્સ દરમિયાન સલમાને પોતાના સુપરહિટ ગીતો પર પરફોર્મ કરીને મહેફિલ લૂંટી લીધી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોઝમાં સલમાનને તેમની ફિલ્મોના ગીતો જેવા કે ‘ઓ ઓ જાને જાના’, ‘સ્વેગ સે સ્વાગત’, ‘દીદી તેરા દેવર દીવાના’, ‘કભી તૂ છલિયા લગતા હૈ’, ‘જીને કે હૈ ચાર દિન’ પર પરફોર્મ કરતાં જોઈ શકાય છે.
સલમાનને આ રીતે ડાન્સ કરતાં જોઈને આૅડિયન્સ પણ તેમની સાથે ઝૂમી ઉઠ્યું.વળી, જેકલીન ફર્નાન્ડીઝે પણ પોતાના પોપ્યુલર ગીતો પર પરફોર્મન્સ આપી અને શોની ઘણી તસવીરો તથા વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. સલમાને પોતે પણ રિહર્સલનો એક બિહાઇન્ડ-ધ-સીન્સ વિડિયો પોસ્ટ કર્યાે, જેમાં આખી ટીમ જોવા મળી રહી છે.
સલમાન ખાનના દોહા ટૂરના આ વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન આવનારા દિવસોમાં ફિલ્મ બેટલ આૅફ ગલવાનમાં નજર આવશે.
આ ઉપરાંત, એક્ટર આ દિવસોમાં ‘બિગ બોસ ૧૯’નું શૂટિંગ કરી રહ્યા છે. બિગ બોસના ફિનાલેને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. બિગ બોસ પછી એક્ટર પોતાનો સંપૂર્ણ સમય પોતાની આવનારી ફિલ્મોને આપવાનો છે.SS1MS
