Western Times News

Gujarati News

બિલ ગેટ્‌સે ખરીદી ૪૬૦૦ કરોડની લક્ઝરી સુપરયાટ

વોશિંગ્ટન,  વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાંના એક બિલ ગેટ્‌સ હંમેશા વેકેશન માળવા માટે કોઈના કોઈ જગ્યાએ જતા હોય છે. તેઓ શાનદાર જગ્યાઓ પર રોકાવા અને ઉમ્દા વાહનોના ઉપયોગ માટે પણ ઓળખાય છે. પરંતુ તેમણે આ વખતે એક સુપરયાટ ખરીદી છે. આ સુપરયાટની કિંમત ૬૪૫ મિલિયન ડોલર (એટલે કે ૪૬૦૦ કરોડ રૂપિયા). ચાલો જાણીએ આ સુપરયોટ વિશેપ.

આ સુપરયાટ ૩૭૦ ફીટ લાંબી છે. તેમાં પાંચ ડેક્સ છે. તેમાં એકસાથે ૧૪ લોકો મુસાફરી કરી શકે છે. સાથે જ આ સુપરયોટમાં લગભગ ૩૦ ક્રૂ મેમ્બર કામ કરી શકે છે. આ સુપરયાટ ઈકો-ફ્રેન્ડલી છે. આ સુપરયાટ લિક્વિડ હાઈડ્રોજનથી ચાલે છે. એટલે આ યાટ દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રદૂષણ નથી થાય. આ સુપર લગ્ઝરી યાટમાં જિમ, યોગ સ્ટૂડિયો, મસાજ પાર્લર અને સ્વીમિંગ પુલ પણ છે. આ સુપરયાટની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં એક વાર લિક્વિડ હાઈડ્રોજન ભર્યા બાદ તે લગભગ ૬૪૭૩૭ કિલોમિટર ચાલશે. આ સુપરયાટનું નામ એક્વા છે. બિલ ગેટ્‌સને આ સુપરયાટ ૨૦૨૪માં મળશે. તેના બનાવનારી કંપનીએ જણાવ્યુ કે, આ સુપર લગ્ઝરી ઈકો-ફ્રેન્ડલી યાટને બનાવવામાં લગભગ ૪ વર્ષનો સમય લાગશે. બિલ ગેટ્‌સ તરફથી મળનારા રૂપિયાથી તેનો નિર્માણ વધુ રફ્‌તારથી થશે.

આ સુપરયાટના પાછળના ભાગમાં સ્વીમિંગ પુલ, સનબાથ ડેક, આઉટડોર ડાઈનિંગ વગેરેની વ્યવસ્થા છે. એટલુ જ નહી,તેમાં શિયાળામાં વાતાવરણ ગરમ રાખવા માટે જેલ-ફ્યૂલ્ડ ફાયર બાઉલ્સ પણ લાગેલા છે. એક્વા સુપરયાટની અંદર થિયેટર પણ છે. જ્યાં એકસાથે ૨૦ લોકો સાથે બેસીને ફિલ્મનો આનંદ લઈ શકે છે. એક્વા સુપરયાટની સ્પિડ લગભગ ૩૨ કિલોમિટર પ્રતિ કલાક છે. તેની અંદર ૪ ગેસ્ટ રૂમ, ૨ વીઆઈપી સ્ટેટ રૂમ અને ૧ પવેલિયન છે.

એક્વા સુપરયાટમાં ૩૧ ક્રૂ મેમ્બર એકસાથે કામ કરી શકે છે. તેમના રહેવા માટે ૧૪ ડબલ ક્રૂ કેબિન, ૨ ઓફિસર કેબિન અને એક કેપ્ટન કેબિન બનેલો છે. એક્વા સુપરયાટમાં ૩૧ ક્રૂ મેમ્બર એકસાથે કામ કરી શકે છે. તેમના રહેવા માટે ૧૪ ડબલ ક્રૂ કેબિન, ૨ ઓફિસર કેબિન અને એક કેપ્ટન કેબિન બનેલો છે. એક્વા સુપરયાટમાં ૩૧ ક્રૂ મેમ્બર એકસાથે કામ કરી શકે છે. તેમના રહેવા માટે ૧૪ ડબલ ક્રૂ કેબિન, ૨ ઓફિસર કેબિન અને એક કેપ્ટન કેબિન બનેલો છે. એક્વા સુપરયાટનો આગળનો ભાગ ગોળ આકારનો છે. ત્યાંથી ૩૬૦ ડિગ્રી જોઈ શકાય છે. આ યાટ સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.