દિલ્હી બ્લાસ્ટઃ આતંકવાદીએ બુટમાં બોમ્બ છુપાવ્યો હોવાની શંકા
TATP (ટ્રાયસેટોન ટ્રાઇપેરોક્સાઇડ) એ એક શક્તિશાળી, સંવેદનશીલ વિસ્ફોટક છે, જે એસીટોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડના મિશ્રણથી બનેલો હોય છે. આ રંગહીન, ગંધહીન અને સ્ફટિકીય પદાર્થ નાના આંચકા અથવા ગરમીથી પણ વિસ્ફોટ કરી શકે છે.
ફોરેન્સિક ટેસ્ટમાં કારની ડ્રાઇવરની સીટ નીચે મળેલું જૂતું અને ટાયરમાંથી વિસ્ફોટકોના નિશાન મળ્યા
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીએ ખુલાસો કર્યો છે કે, જૈશ-એ-મોહમ્મદનો આતંકી ડૉ. ઉમર મોહમ્મદ એક ‘શૂ બોમ્બર’ હતો, જેણે પોતાના જૂતામાં છુપાયેલા ખતરનાક વિસ્ફોટક ટીએટીપીનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, તપાસ ટીમે વિસ્ફોટ સ્થળ પર કારની ડ્રાઇવરની સીટમાંથી એક જૂતું મળી આવ્યું હતું, જેમાં મેટલ નુમ સબસ્ટેંસ હતો.
સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓએ વિસ્ફોટ સ્થળ પર ઉમર મોહમ્મદની આઈ૨૦ કારની ડ્રાઇવરની સીટ નીચે આગળના જમણા ટાયરમાંથી એક જૂતું મળી આવ્યું હતું. એવી શંકા છે કે, આ મુખ્ય ટ્રિગર હતું, જેના દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક તપાસમાં વિસ્ફોટ સ્થળ પરના ટાયર અને જૂતામાંથી ટીએટીપીના નિશાન મળી આવ્યા છે.
એજન્સીઓનું માનવું છે કે, જૈશના આતંકવાદીઓએ મોટા વિસ્ફોટની યોજના બનાવવા માટે મોટી માત્રામાં ટીએટીપી એકઠો કર્યો હતો. હુમલામાં એમોનિયમ નાઈટ્રેટ સાથે ટીએટીપી મિશ્રિત કરવામાં આવ્યું હતું, જેમ કે અગાઉ પુષ્ટિ થઈ છે. વધુમાં, કારની પાછળની સીટ નીચે વિસ્ફોટકોના પુરાવા મળી આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, દિલ્હી વિસ્ફોટના કાવતરા માટે ધરપકડ કરાયેલી મહિલા ડૉક્ટર શાહીન દ્વારા મોડ્યુલને ૨૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
શાહીને ભંડોળ અને લોજિસ્ટિક્સમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુરક્ષા એજન્સીઓ હવે સમગ્ર નેટવર્ક આયોજન, ભંડોળ અને સપ્લાય ચેઇનને ઉજાગર કરવા માટે કામ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે, આ પેટર્ન ડિસેમ્બર ૨૦૦૧ ના રિચાર્ડ રીડ કેસ જેવી જ છે, જ્યારે એક શૂ બોમ્બરે ટીએટીપીનો ઉપયોગ કરીને પેરિસથી મિયામી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં વિસ્ફોટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આવી જ રીતે ઉમરે પણ હથિયાર તરીકે જૂતાનો ઉપયોગ કર્યો હતો.
સૂત્રોનો દાવો છે કે, આ પેટર્ન ડિસેમ્બર ૨૦૦૧ ના રિચાર્ડ રીડ કેસ જેવી જ છે, જ્યારે એક શૂ બોમ્બરે ટીએટીપીનો ઉપયોગ કરીને પેરિસથી મિયામી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં વિસ્ફોટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આવી જ રીતે ઉમરે પણ હથિયાર તરીકે જૂતાનો ઉપયોગ કર્યો હતો.
ટીએટીપી (ટ્રાયસેટોન ટ્રાઇપેરોક્સાઇડ) એ એક શક્તિશાળી, સંવેદનશીલ વિસ્ફોટક છે, જે એસીટોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડના મિશ્રણથી બનેલો હોય છે. આ રંગહીન, ગંધહીન અને સ્ફટિકીય પદાર્થ નાના આંચકા અથવા ગરમીથી પણ વિસ્ફોટ કરી શકે છે.
તેને “શેતાનની માતા” કહેવામાં આવે છે કારણ કે, તે તેને બનાવનાર વ્યક્તિને પણ મારી શકે છે. આતંકવાદીઓ તેને પસંદ કરે છે, કારણ કે તે સસ્તું, સરળ અને તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે. જોકે, તેનો ઉપયોગ અત્યંત જોખમી છે, કારણ કે આ વિસ્ફોટક ફક્ત પોતાને જ નહીં, પણ અન્ય લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
