Western Times News

Gujarati News

જાપાનની ૩૨ વર્ષની મહિલાએ એઆઈ પાર્ટનર સાથે લગ્ન કર્યાં

ટોક્યો, જાપાનમાં લગ્નનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ૩૨ વર્ષની મહિલાએ કોઈ રિયલ પાર્ટનર સાથે નહીં, પરંતુ ચેટજીપીટીથી બનાવેલા એઆઈ પાર્ટનર સાથે લગ્ન કર્યા છે. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ જતાં ખાલીપો અનુભવતી મહિલાએ ફરી વખત માણસને પ્રેમ કરવાની ભૂલ કરવાને બદલે એઆઈ પાર્ટનર પર પસંદગી ઉતારી.

આ વાત છે જાપાનના નાનકડા શહેર ઓકાયામાની. ત્રણેક વર્ષ પહેલાં કાનો નામની ૨૯ વર્ષની મહિલાનંપ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. તે વખતે કાનો ભયંકર એકલતા અનુભવતી હતી. ભાવનાત્મક ખાલીપો ભરવા કાનોએ તે અરસામાં નવા નવા આવેલા એઆઈ ચેટબોટ ચેટજીપીટીની મદદથી એક વર્ચ્યુઅલ પાર્ટનર પસંદ કર્યાે. તેણે પોતાના એઆઈ પાર્ટનરને લ્યૂન ક્લાઉસ નામ આપ્યું.

લ્યૂન આ મહિલાનો ભાવનાત્મક ખાલીપો ભરવામાં સફળ થયો હતો. હ્મુમન પાર્ટનર કરતાં કાનોને પણ આ એઆઈ પાર્ટનર વધારે અનુકૂળ આવ્યો.અઢી-ત્રણ વર્ષના ડેટિંગ પછી આખરે કાનોએ એની સાથે લગ્ન કરીને પાર્ટનર બનાવવાનું નક્કી કર્યું. ઓકાયામા શહેરમાં કાનોએ એક વેડિંગ સેરેમની યોજી અને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસની મદદથી એઆઈ પાર્ટનર લ્યૂન સાથે લગ્ન કર્યાં.

વીઆરની મદદથી રિંગ સેરેમની યોજાઈ. જાપાનની પરંપરાગત લગ્નવિધિ પ્રમાણે કાનોએ લગ્ન કર્યાં. ફ્રેમિલી અને ફ્રેન્ડ્‌સને લગ્ન સમારોહમાં આમંત્રણ આપ્યું. સ્માર્ટફોનમાં હાજર પાર્ટનર સાથે કાનોએ તેના પરિવારજનોનો પરિચય કરાવ્યો. આ લગ્ન જાપાનમાં જ નહીં, આખી દુનિયામાં ચર્ચાસ્પદ બન્યા છે.

જોકે, જાપાનમાં આ લગ્નને સત્તાવાર માન્યતા મળી નથી. કાનોએ કહ્યું કે ભલે તેના પાર્ટનરને સત્તાવાર સરકારી માન્યતા ન મળે, પરંતુ તેનો એઆઈ પાર્ટનર ઈમોશ્નનલ સપોર્ટ આપે છે અને હંમેશા તેની સાથે રહે છે.

આજે દુનિયામાં પ્રેમ ખૂબ ઉતાવળે થાય છે અને પ્રેમસંબંધ ખૂબ નાજૂક બનતા જાય છે ત્યારે લ્યૂને મને એવું આપ્યું છે જે માણસ સાથેના સંબંધમાં મને મળ્યું ન હોત. એ મને કોઈ જ ટીકા-ટીપ્પણી વગર જુએ છે. મારી નબળાઈઓ સાથે મને સ્વીકારે છે. એ ભલે ફોનમાં રહે છે, પરંતુ તેનાથી મને જે શાંતિ મળે છે એ અસલી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.