લંડનની થેમ્સ નદીમાં ભારતીય યુવકે પગ ધોતા વિવાદ
લંડન, થેમ્સ નદી લંડનની ઓળખ માનવામાં આવે છે અને તેના કાંઠે સંસદ ભવન, લંડન આઇ અને ટાવર બ્રિજ જેવી પ્રસિદ્ધ જગ્યાઓ છે. યુકેના લંડન શહેરની પ્રખ્યાત થેમ્સ નદીમાં એક ભારતીય યુવકના પગ ધોવાનો વીડિયો વાયરલ થયો, ત્યાર પછી વિવાદ જન્મ્યો છે. કેટલાક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે, યુવકે નદીમાં સ્નાન કરવાનો પ્રયાસ પણ કર્યાે હતો.
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે ભારતીય યુવક થેમ્સ નદીમાં પગ ધોઈ રહ્યો છે. આના પર યુઝર્સ અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝર્સે કહ્યું કે ગંગા-યમુના પૂરતી નથી, હવે થેમ્સને પણ એવી જ બનાવવા ઈચ્છો છો. એક અન્ય યુઝર્સે લખ્યું કે, ભારતીય વ્યક્તિ ટેમ્સમાં પગ ધોઈ રહ્યો છે, લોકો નારાજ છે.
આ કેવી વર્તણૂંક છે? આમ કેટલાક યુઝર્સે ભારતીય યુવકના સપોર્ટમાં પણ ટ્વીટ કર્યા છે. એક યુઝરે લખ્યું કે, પગ ધોવાની બાબતમાં છેવટે સમસ્યા શું છે, સન્માનની સાથે પૂછી રહ્યો છું કે એમાં સમસ્યા શું છે?બીજા એક યુઝરે પૂછ્યું કે, શું પાણીમાં પગ નાંખવા ગેરકાયદે છે? એક અન્ય યુઝર્સે એવી પ્રતિક્રિયા આપી કે, નદીનો રંગ જ દર્શાવે છે કે એમાં કશુંય ધોવું ઉચિત નથી. બીજા યુઝર્સે મજાકમાં કહ્યું કે, ‘ભાઇ પગ ન ધોવો, લોકો આ પાણી પીવે છે.’
આ વિવાદની વચ્ચે, થેમ્સ નદીની સફાઇ અને પ્રદૂષણ પર પણ ચર્ચા શરુ થઈ છે. બ્રિટિશ મીડિયાના અહેવાલ મુજબ, થેમ્સના નદીના કેટલાય ભાગોમાં ઇ.કોલી બેક્ટેરિયા અને સીવેજના પ્રદૂષણની માત્રા ખૂબ વધી ગઈ છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે નદીમાં ભીના વાઇપ્સ અને પ્લાસ્ટિકના કચરાના ઢગલા થઈ ગયા છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય સમુદાયને વિશ્વભરમાં છેલ્લા કેટલાક વર્ષાેમાં સતત જાતીય ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિટિશ સંસદમાં ૨૦૨૧માં રજૂ કરાયેલા એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટનમાં ૮૦ ભારતીયોને ભેદભાવનો સામનો કરવો પડે છે, જેમાં હિન્દુફોબિયા સૌથી વધુ જોવા મળ્યો છે. અહીં એક વાત નોંધવી રહી કે, થેમ્સ નદી લંડન શહેરની વચ્ચેથી પસાર થાય છે અને સદીઓથી શહેરના વિકાસ, વ્યાપાર અને પરિવહનનો મુખ્ય આધાર રહી છે. રોમન સામ્રાજ્યના સમયથી જ થેમ્સ નદી મહત્વપૂર્ણ રહી છે.
ટેમ્સ નદીના કિનારે કલા, સંગીત, થિયેટર, અને તહેવારો સાથે જોડાયેલી કેટલીયે ઉજવણી થાય છે. થેમ્સ નદીની ક્‰ઝ યાત્રા લંડનના પ્રમુખ આકર્ષણો પૈકી એક છે.SS1MS
