ટાઇગર શ્રોફ ફરી એક્શન અવતારમાં જોવા મળશે
મુંબઈ, રામ માધવાનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જાપાનમાં શૂટિંગ થવાની શક્યતા‘નીરજા’ ફિલ્મના ડિરેક્ટર રામ માધવાની અને પ્રોડ્યૂસર મહાવીર જૈનની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર ફિલ્મમાં એક્ટર ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મને વૈશ્વિક દર્શકો (ગ્લોબલ ઓડિયન્સ) માટે બનાવવામાં આવશે.
મેગા એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ એક સંપૂર્ણપણે નવા, અગાઉ ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે. રામ માધવાની દ્વારા ડિરેક્ટેડ અને મહાવીર જૈન ફિલ્મ્સ અને રામ માધવાની ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ આધ્યાત્મિક એક્શન થ્રિલર ભારતીય સિનેમામાં પહેલાં જોયેલી કોઈપણ ફિલ્મથી તદ્દન અલગ હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ ફક્ત ભારતીય ડાયસ્પોરા સુધી જ નહીં પરંતુ વૈશ્વિક દર્શકો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.સૂત્રએ વધુમાં ઉમેર્યું, ‘ટાઇગર શ્રોફ આ મહત્વાકાંક્ષી ફિલ્મ માટે વ્યાપક તૈયારીઓ કરશે.
શૂટિંગ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે. ફિલ્મનો એક મહત્વપૂર્ણ ભાગ જાપાનમાં શૂટ કરવામાં આવશે. હાલમાં, નિર્માતાઓ મુખ્ય અભિનેત્રી અને એક શક્તિશાળી ખલનાયકની કાસ્ટિંગને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે.’સૂત્રએ એમ પણ ઉમેર્યું કે, ‘ટાઇગર શ્રોફ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે તે તેને એક નવા પ્રકાશમાં રજૂ કરાશે. રામ માધવાની અને મહાવીર જૈન પણ આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે; તેઓ અને તેમની ટીમ હાલમાં ફિલ્મના ફર્સ્ટ લુક પર કામ કરી રહ્યા છે.
ટૂંક સમયમાં તેનું અનાવરણ અને સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.’ટાઇગર શ્રોફ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૨૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાગી ૪’માં જોવા મળ્યો હતો.ફિલ્મ નિર્માતા રામ માધવાનીને તેમની ૨૦૧૬ની ફિલ્મ ‘નીરજા’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમણે કાર્તિક આર્યન અભિનીત ‘ધમાકા’ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી એમી-નોમિનેટેડ સિરીઝ ‘આર્યા’ (સુષ્મિતા સેન)નું નિર્માણ પણ કર્યું હતું.મહાવીર જૈને રાજશ્રી પ્રોડક્શન્સ સાથે ૨૦૨૨માં ‘ઊંચાઈ’ જેવી ફિલ્મોમાં સહયોગ કર્યાે છે.
જૈન કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘નાગઝિલા’માં કરણ જોહર અને મૃગદીપ સિંહ લાંબા સાથે કામ કરી રહ્યા છે. જૈને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આંતરરાષ્ટ્રીય થ્રિલર ‘વ્હાઈટ’, જેમાં વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે અને સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’માં પણ સહયોગ કર્યાે છે.SS1MS
