Western Times News

Gujarati News

મોડાસાથી અમદાવાદ આવતી એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 3 ભડથુંઃ (જૂઓ વિડીયો)

દ્રશ્યો થયા CCTVમાં કેદ- મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું.-તાજું જન્મેલું બાળક, પિતા, ડૉક્ટર, નર્સ ભડથું થઈ ગયા

મહીસાગર જિલ્લાની એક મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ સ્થિતિ ગંભીર જણાતા સારવાર માટે અમદાવાદ લઈ જતા દુર્ઘટના સર્જાઈ

(પ્રતિનિધિ) મોડાસા,  મોડાસા પાસે મંગળવારે વહેલી સવારે બાળકને જન્મ આપ્યા બાદ બાળકની સ્થિતિ અત્યંત ગંભીર બનતાં તાત્કાલિક મહિલા તથા તેના નવજાત બાળકને એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જવાતા હતા ત્યારે અચાનક જ એમ્બ્યુલન્સમાં આગ ફાટી નીકળતા ગણતરીની સેકન્ડોમાંં સમગ્ર એમ્બ્યુલન્સ આગની ઝપેટમાં આવી ગઈ હતી. Newborn, doctor among 4 killed as ambulance catches fire in Modasa; 3 others injured

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

પરિણામે એમ્બ્યુલન્સના ડૉક્ટર, નર્સ અને નવજાત બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓ ભડથુ થઈ ગયા હતા જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને દાઝી જવાથી ઈજા થતાં તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. મૃતકોની યાદી
૧ઃ જીગ્નેશભાઇ મહેશભાઇ મોચી ઉ.વ.આ.૩૮ (રહે. ફુવારાચોક લક્ષ્મીફળી લુણાવાડા તા.લુણાવાડા જિલ્લા મહીસાગર (બાળકનો પિતા)
૨ઃ જીગ્નેશભાઈનું બાળક નવજાત જન્મેલ બાળક ઉ.વ.૧ દીવસ
૩ઃ ડોક્ટર રાજ શાંતીલાલ રેટીયા ઉ.વ.આ.૩૦ રહે.ઓરેન્જ હોસ્પીટલ વીસત સર્કલ પાસે ચાંદખેડા અમદાવાદ
૪ઃ નર્સ તરીકે ઓરેન્જ હોસ્પીટલમા નોકરી કરતા ભાવિકાબેન રમણભાઇ મનાત ઉ.વ.આ.૨૩ (રહે. મનાતફળીયુ ઓઢા ભડવચ તા.મેઘરજ જી.અરવલ્લી)

ઈજાગ્રસ્તો
૧ઃ એમ્બ્યુલન્સમા આગળ બેઠેલ એમ્બ્યુલન્સના ડ્રાઇવર અંકીતભાઇ રામાભાઇ ઠાકોર ઉ.વ.આ.૨૪ રહે. પરમેસ્વરની ચાલી ગાંધીવાસ-૨ મોઢેરા સ્ટેડીયમ પાસે અમદાવાદ,  ૨ઃ ગૌરાગકુમાર મહેશભાઇ મોચી ઉ.વ.આ.૪૦ અને ૩ઃ ગીતાબેન ઉર્ફે જયશ્રીબેન મહેશભાઇ મોચી ઉ.વ.આ.૬૦ બંન્ને રહે.ફુવારાચોક લક્ષ્મીફળી લુણાવાડા તા.લુણાવાડા

અરવલ્લી જિલ્લામાં મંગળવાર ગોઝારો નીવડ્‌યો હતો

મોડાસા પાસે અમદાવાદ રોડ પર વહેલી પરોઢે દર્દી સારવાર કાટે લઈ જતી એક એમ્બ્યુલન્સમાં એકાએક ભીષણ આગ લાગી હતી જેમાં દર્દી સાથેના તબીબ ,નર્સ અને બાળક તેમજ અન્ય એક પુરુષ સહિત ૪ આગની જ્વાળાઓમાં જીવતા ભડથું થઈ ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન મોડાસા નજીક રાણા સૈયદ પેટ્રોલપંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ભયાવહ આગમાં એમ્બ્યુલન્સમાં સવાર બાળક અને અન્ય ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.

પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી. જો કે, એમ્બ્યુલન્સમાં કયા કારણોસર આગ લાગી તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ ઉપરાંત અને એજન્સીના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પુરાવા એકત્ર કરી આગનું સાચું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.