Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટના અધિકારી પાસે ઓનલાઇન છેંતરપીડી કરાઇ

અમદાવાદ, આજના ઈન્ટરનેટ યુગમાં સાઈબર ક્રાઈમનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અત્યાર સુધી ગઠીયાઓ કોલ સેન્ટરમાંથી કોલ કરી, એટીએમ પીન માંગીને, પાસવર્ડ જાણી લઈને જેવી તરકીબોથી ઓનલાઈન ફ્રોડ કરતા હતા. પરંતુ હવે તેઓ નવો કીમિયો લઈ આવ્યા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા અશફાકભાઈ ભાવનગરી સાથે ગઠીયાઓએ ૯૮ હજારનું ઓનલાઈન ફ્રોડ કર્યું છે. અશફાકભાઈ પોતે ભણેલા ગણેલા છે અને ગુજરાત હાઈકોર્ટમાં ઓફિસર છે, પરંતુ આ વખતે ગઠીયાઓ એવો કીમિયો લઈને આવ્યા કે તેઓ પણ તેમની ઝાળમાં ફસાયા છે.

અશફાક ભાવનગરી બોમ્બેથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં હોટલ ન મળતા સર્કિટ હાઉસમાં સ્ટે કરવાનુ વિચાર્યુ હતું. પહેલા વાપી સર્કિટ હાઉસનો રુમ બુકિંગ માટે સંપર્ક કર્યો હતો, આ નંબર પણ તેમણે ગૂગલ પરથી જ લીધો હતો. જોકે, ત્યાં તેમને રૂમ મળ્યો ન હતો. બાદમાં તેમણે વલસાડ સર્કિટ હાઉસનો નંબર ગૂગલ પરથી મેળવ્યો. તે નંબર પર કોલ કરતા જ તેમની સાથે ફ્રોડની શરુઆત થઈ હતી અને તેમના ખાતામાંથી એક પછી એક ૭ ટ્રાન્જેક્શન થઈ ગયા હતા. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા અશફાકભાઈ ભાવનગરી સાથે ગઠીયાઓએ ૯૮ હજારનું ઓનલાઈન ફ્રોડ કર્યું છે. અશફાકભાઈ ભાવનગરીનું કહેવું છે કે તેઓએ વલસાડ સર્કિટ હાઉસનો નંબર મેળવવા ગૂગલ પર સર્ચ માર્યું તો તેમાં એક સાઈટ પરથી નંબર મળ્યો હતો. તેના પર ફોન કરતા તેમને ૧૦ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. બાદમાં જે લિંક મોકલે તેના પર ફોર્મ ભરીને મોકલવા કહ્યું હતું. ૧૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ અશફાકભાઈને ફોન પર એક લિંક આવી હતી, જેની વિગતો તેમણે ભરીને મોકલી દીધી હતી. જે બાદમાં તેમના મોબાઇલ પર એક સંદેશ આપ્યો હતો જે ફોરવર્ડ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મેસેજને ફોરવર્ડ કરતાની ૧૦ જ મિનિટમાં તેમના ખાતામાંથી એક પછી એક ૭ ટ્રાન્જેક્શન થયા હતા અને ૯૮ હજાર રૂપિયા ઉપડી ગયા હતા.

અશફાકભાઈએ આ ટ્રાન્જેક્શન પીટીએમથી કર્યું હતું. આથી ફ્રોડ રોકવા તેમણે પાસવર્ડ ચેન્જ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તામાં ઇન્ટરનેટ આવી રહ્યું ન હોવાથી વધારે સમય નીકળી ગયો હતો. સૌથી પહેલા તેમના એસબીઆઈના ખાતામાંથી ૪૦ હજાર ઉપડી ગયા હતા. ત્યાર બાદ કુલ સાત ટ્રાન્જેક્શન થયા અને ૯૮ હજાર ઉપડી ગયા હતા. બેંક તરફથી તેમને પાંચ ટ્રાન્ઝેક્શનના મેસેજ મળ્યા હતા. આ બાબતે તેમણે બેંકને ઇ-મેલ કરીને ફરિયાદ પણ કરી છે, જેનો બેંક તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ગઠીયાએ મોકલાવેલી લીંક ફોરવર્ડ કર્યા બાદ પ્રથમ ૪૦ હજાર, પછી ૩૦ હજાર, ૪,૯૯૯, ૧ રુપીયો, ૨ હજાર, ૨૦ હજાર અને ત્યારબાદ ૧ હજાર એમ કુલ ૯૮ હજાર ટોટલ ઉપડી ગયા હતા. અશફાકભાઈએ આ અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં પણ કરી છે, પરંતુ તેના પૈસા પરત આવ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.