ચીફ જસ્ટીસ સુનિતાબેન અગ્રવાલ સહિતના મહાનુભાવોના પ્રેરણાત્મક દિશા નિર્દેશો !
ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મહાનુભાવોના પ્રેરણાત્મક દિશા નિર્દેશો કર્યા
ડાબી બાજુથી તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલની છે ! તેઓએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “બાર અને બેન્ચ એ ન્યાય ક્ષેત્રની પાંખો છે ! બન્ને વચ્ચે તંદુરસ્ત સબંધો હોવા જોઈએ”! તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કાનૂની વ્યવસાયની બંધારણીય મૂલ્યતા છે અને કાયદાનું શાસન અગત્યનું છે ! ન્યાય એ નિષ્પક્ષતા સાથે જોડાયેલો છે”! તેમણે શ્રી જે. જે. પટેલની કાર્યશીલતા અને આયોજનને પણ બિરદાવ્યું હતું !
સોલીસીટર જનરલ શ્રી તુષારભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, “જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, જસ્ટીસ શ્રી વિપુલભાઈ પંચોલી, જસ્ટીસ શ્રી નિલયભાઈ અંજારીયા આ તબકકે ન્યાયાધીશોને તેમણે નિરાભીમાની અને સરળ વ્યક્તિત્વ વાળા ગણાવ્યા હતાં”!! શ્રી તુષારભાઈએ ઉમેર્યુ હતું કે, ત્રણે ન્યાયાધીશશ્રીઓ પ્રેકટીસ કરતા હતા તે જ વ્યક્તિત્વ આજે જોવાતું રહ્યું છે ! આજે વકીલોની માતૃ સંસ્થા દ્વારા સન્માન કરાયું છે !
ગુજરાત બાર કાઉÂન્સલે અનેક સારા ન્યાયાધીશો અને વકીલો આપ્યા છે ! આમ શ્રી તુષારભાઈ મહેતાએ સોલીસીટર જનરલે અનેક મહત્વપૂર્ણ વિચારો અભિવ્યક્ત કર્યા હતાં ! ત્રીજી તસ્વીર એડીશનલ સોલીસીટર જનરલ શ્રી એસ. વી. રાજુની છે ! તેમણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે વકીલાતના જુના દિવસ અને સમયને યાદ કરતા ટાઈપરાઈટરથી પેજર સમયની પરિસ્થિતિને દોહરાવી હતી !
પરંતુ તેમણે વકીલાત ક્ષેત્રના અનુભવને વકીલો સમક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, નસીબ અમુક હદ સુધી આગળ લઈ જશે પણ મહેનત તો તમારે જ કરવાની છે ! અથાગ પરિશ્રમ, એકાગ્રતા અને આધુનિક ઉપકરણોના ઉપયોગથી વકીલાત ક્ષેત્રે સફળતા મળશે ! સુપ્રિમ કોર્ટના બન્ને ન્યાયમૂર્તિશ્રીઓના વ્યક્તિત્વ અને કાર્યશૈલીની પણ એડીશનલ સોલીસીટર જનરલ શ્રી એસ. વી. રાજુએ પ્રસંશા કરી હતી !
ગુજરાત રાજયના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વકીલાત ક્ષેત્રે અથાગ પરિશ્રમ અને વાંચન પર ભાર મુકતા શ્રી કમલભાઈ ત્રિવેદી એ આજે પણ જુનીયર્સ વકીલોના ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ રહ્યા હતાં !
શ્રી કમલભાઈ ત્રિવેદીએ વકીલાતના વ્યવસાય ક્ષેત્રે “ટાઈમ મેનેજમેન્ટ” ની અગત્યતા પર ભાર મુકતા તેમણે સોલીસીટર જનરલ શ્રી તુષારભાઈ મહેતાને યાદ કર્યા હતાં અને કહ્યું હતું કે, “ટાઈમ મેનેજમેન્ટ તુષારભાઈ પાસેથી શિખવા જેવું છે તેમણે કોલેજના દિવસોને પણ યાદ કર્યા હતાં”! આમ તમામ વિદ્વાન મહાનુભવોએ પ્રાસંગિક પ્રવચન દરમ્યાન પોતાના અનુભાવો અને ગૌરવપૂર્ણ માનવ સબંધોની યાદ પણ તાજી કરી હતી !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
સુપ્રિમ કોર્ટના સોલીસીટર જનરલ તુષારભાઈ મહેતા, એડીશનલ સોલીસીટર જનરલ એસ. વી. રાજુ, ગુજરાત રાજયના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદનું રસપ્રદ માર્ગદર્શન !!
અમેરિકાના વિદ્વાન રાજનિતિજ્ઞ માર્ટીન લ્યુથર કિંગે કહ્યું છે કે, “કોઈપણ સ્થળે પ્રવર્તતો અન્યાય એ પ્રત્યેક જગ્યાએ પ્રવર્તમાન ન્યાય માટે ખતરો છે”!! જયારે રાજકીય તત્વચિંતક પ્લેટે કહે છે કે, “ન્યાયનો સમાન સિધ્ધાંત પ્રવર્તતો હોય ત્યાં વ્યક્તિ વધુ સશકત બને છે”!
ગુજરાતના ઓડિટોરીટમ ખાતે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી વિપુલભાઈ પંચોલી તથા ન્યાયમૂર્તિ શ્રી નિલયભાઈ અંજારીયા ગુજરાતનું ગૌરવ હોઈ, તેમને સન્માનવાનો સુંદર કાર્યક્રમ ગુજરાત બાર કાઉÂન્સલના સૌજન્યથી યોજાઈ ગયો ! આ પ્રસંગે અનેક ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા પોતાની લાગણી અભિવ્યક્ત કરી જેનો સંદેશો સમગ્ર વકીલ આલમ સુધી અને પ્રજા સુધી પહોંચે તે અત્રે નોંધનીય છે !
