જાપાનનો ચલણી યેન યૂરોની સરખામણીમાં ૧૮૦ સુધી ઘટયો
ટોક્યો, જાપાનની આર્થિક સ્થિતિને લઇને એક મુદ્રા વેપારીઓની ચિંતાને લઇને યેન યૂરોની સરખામણીમાં ન્યૂનતમ સ્તરે પહોંચાડી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯૯૯માં યુરો મુદ્રાનું અસ્તિત્વ આવ્યા પછી જાપાનના યેન સાથે પ્રથમવાર બન્યું છે. જાપાનના મહિલા વડાપ્રધાન તાકાઇચિ સાનાઇએ આર્થિક પેકેજ ખૂબ ઝડપથી આવતા સપ્તાહમાં બહાર પાડી શકે છે.
જાપાનના અર્થતંત્ર અને કરન્સીને મજબૂત બનાવવા માટે પેકેજ મોટું હોવાનું માનવામાં આવે છે.ન્યૂયોર્કમાં જાપાની મુદ્વા યેન નબળી પડતા અને કેટલાક સમય માટે યૂરોની સરખામણીમાં ૧૮૦ યેનના સ્તર પર પહોંચી હતી. બજારના કારોબારીઓનું માનવું છે કે ડિસેમ્બરમાં બેક ઓફ જાપાનની આગામી નીતિગત બેઠકમાં વ્યાજદરોમાં કોઇ વૃધ્ધિ થશે નહી.
સોમવારે ન્યૂયોર્કમાં ડોલરની સરખામણીમાં યેનની કિંમતમાં ઘટાડો થયો હતો એ સમયે યેન ૧૫૫ના નિચેલા સ્તરે હતો. નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારો તાકાઇચિના આર્થિક ઉપાયો અને આર્થિક પોષણ આપવાની યોજના પર નજર રાખી રહયા છે.SS1MS
