રેન્કિંગ ૨૦૨૬: ભારતમાં આઈઆઈટી દિલ્હી મોખરાની શૈક્ષણિક સંસ્થા
નવી દિલ્હી, ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી સસ્ટેનેબિલિટીએ મંગળવારે જાહેર કરેલા રેન્કિંગ મુજબ ઈન્ડિન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેન્કોલોજી (આઈઆઈટી) દિલ્હી (૨૦૫) ભારતની મોખરાના ક્રમની ઈન્સ્ટિટ્યુટમાં સ્થાન ધરાવે છે.
ત્યારબાદ અનુક્રમે આઈઆઈટી મુંબઈ અને ખડગપુર છે. આ રેન્કિંગની શરૂઆત ૨૦૨૩થી કરાઈ ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વીડનની લ્યુન્ડ યુનિવર્સિટી સૌપ્રથમ વખત ટોચ પર રહી છે. અગાઉ ૨૦૨૪ અને ૨૦૨૫માં મોખરાના ક્રમે રહેલી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો બીજા ક્રમે સરકી છે. ત્યારબાદ યુકે સ્થિતિ યુસીએલ બે સ્થાન આગળ વધીને એકંદરે ત્રીજા ક્રમે છે.
આ યાદીમાં વિશ્વની ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની એકપણ યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. આ વર્ષે રેન્કિંગમાં ૨૬ નવી સંસ્થાઓની એન્ટ્રી થઈ હતી. ક્યુએસ સસ્ટેનેબિલિટી રેન્કિંગ ૨૦૨૬માં ૧૦૦થી વધુ યુનિવર્સિટીઓ સામેલ થવાની સાથે ભારત વૈશ્વિક પ્રતિનિધિત્વમાં ચોથા ક્રમે રહ્યું છે.
ભારતમાં ૧૦૩ યુનિવર્સિટીઓ પૈકી ૩૨ના રેન્કિંગમાં ગત વર્ષની તુલનાએ સુધારો થયો હતો જ્યારે ૩૦ સંસ્થાઓના રેન્કિંગમાં ઘટાડો નોંધાયો હતો. દરમિયાન ૧૫નું રેન્કિંગ અગાઉના વર્ષની તુલનાએ સ્થિર રહ્યું હતું. આઈઆઈટી દિલ્હી ૮૦.૯ના સ્કોર સાથે યાદીમાં ૨૦૫માં ક્રમે રહેતા તે દેશની શ્રેષ્ઠ ઈન્સ્ટિટ્યુટ છે. આ યાદીમાં સામેલ ૧૫ આઈઆઈટી પૈકી છના રેન્કિંગમાં સુધારો થયો હતો.
ત્રણ વર્ષ પૂર્વે આ રેન્કિંગની શરૂઆતથી અત્યાર સુધીમાં આઈઆઈટી દિલ્હીએ ઉલ્લેખનીય પ્રગતિ કરી હોવાનું ક્યુએસ સસ્ટેનેબિલિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ભારતની ટોચની ૧૦ સંસ્થામાં છ આઈઆઈટીનો સમાવેશ થયો છે.
આ યાદીમાં વિશ્વની ટોચની ૭૦૦ શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની નવ સંસ્થા સામેલ છે. વેલ્લોર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેન્કોલોજી (૩૫૨), આઈઆઈટી રુરકી (૩૫૨), શૂલિની યુનિવર્સિટી ઓફ બાયોટેન્કોલોજી એન્ડ મેનેજમેન્ટ સાયન્સિસ (૫૨૨), લવલી પ્રોફેશ્નલ યુનિવર્સિટી (૫૪૪), પંજાબ યુનિવર્સિટી (૫૬૯), બનારસ હિન્દુ યુનિવર્સિટી (૫૯૪), નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેન્કોલોજી (એનઆઈટી) રુરકેલા (૬૫૨); આઈઆઈટી બીએચયુ, વારાણસી (૬૭૨) અને યુપીઈએસ (૬૮૨) સર્વશ્રેષ્ઠ રેન્કિંગ સાથે ટોપ ૭૦૦માં છે.
ક્યુએસના સીઈઓ જેસિકા ટર્નરે જણાવ્યું કે, એકંદરે ભારતીય યુનિવર્સિટીઓ જ્ઞાનની આપ-લે તથા પર્યાવરણીય ટકાઉપણામાં ચડિયાતી સાબિત થઈ હતી. આઈઆઈટી તથા દિલ્હી યુનિવર્સિટી સહિતની કેટલીક સંસ્થાઓમાં ઉચ્ચ શૈક્ષણિક વ્યવસ્થાને પગલે રેન્કિંગમાં તેનો અસાધારણ દેખાવ જોવા મળ્યો હતો. આ રેન્કિંગ ક્લાઈમેટ ચેન્જ સામેના જંગમાં ઉચ્ચ શિક્ષણની ભૂમિકાને ઉજાગર કરે છે.
ટકાઉ વિકાસમાં ભારતની ભૂમિકાને બિલકુલ ઓછી આંકી શકાય તેમ નથી. ભારતના મહત્વકાંક્ષી નવીનીકરણ ઉર્જાના લક્ષ્યાંકો તથા એસડીજી માટે પ્રતિબદ્ધતા ખાસ કરીને ગ્લોબલ સાઉથ આસપાસ વિકાસ માટે મજબૂત સંશોધન ક્ષમતા અને ગ્રીન સ્કિલ્સની જરૂર રહેશે.SS1MS
