ધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચના પ્રયાસનો આરોપ
મુંબઈ, ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તેવામાં સાઉથ સુપરસ્ટારના મેનેજર પર ગંભીર આરોપ લાગ્યા છે. તમિલ એક્ટ્રેસ માન્યા આનંદે દાવો કર્યાે છે કે, શ્રેયસ નામનો એક વ્યક્તિ, જે પોતાને સાઉથ સુપરસ્ટાર ધનુષનો મેનેજર હોવાનો દાવો કરે છે, તેણે તેની સાથે કાસ્ટિંગ કાઉચ કરવાનો પ્રયાસ કર્યાે હતો.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં માન્યાએ કહ્યું હતું કે, શ્રેયસ તેની સાથે લાંબા સમયથી એડજસ્ટમેન્ટ અંગે વાટાઘાટો કરી રહ્યો હતો અને કામ આપવાના નામે અયોગ્ય માંગણીઓ પણ કરી રહ્યો હતો.
તમિલ વેબસાઇટ ‘સિનેઉલાગમ ’ સાથેના એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે વિગતવાર જણાવ્યું કે, કેવી રીતે શ્રેયસે તેનો અને અન્ય કલાકારોનો સંપર્ક કર્યાે અને તેમને ધનુષ સાથે જોડાયેલા એક નવા ફિલ્મ પ્રોજેક્ટમાં ભૂમિકાઓ ઓફર કરી. આ દરમિયાન શ્રેયસે એવી માંગણીઓ કરી, જે તેને વાંધાજનક લાગી.
માન્યાએ જણાવ્યું કે, શ્રેયસે તેને કહ્યું હતું કે, તે એક એડજસ્ટમેન્ટ અને કમિટમેન્ટ છે. આના પર, તેણે પૂછ્યું, ‘કેવા પ્રકારની કમિટમેન્ટ? મારે શા માટે કમિટમેન્ટ આપવી પડે?’માન્યાએ કહ્યું કે, ‘મેં તેમને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, હું આવી કોઈ ઓફર સ્વીકારવા માંગતી નથી, પરંતુ શ્રેયસ મને મજબૂર કરતો રહ્યો.
શ્રેયસે મને કહ્યું, ‘તમે ધનુષ સર છે, છતાં પણ નહીં માનો?’વધુમાં, માન્યાએ દાવો કર્યાે હતો કે, શ્રેયસે તેને ધનુષના પ્રોડક્શન હાઉસ ‘વંડરબાર ફિલ્મ્સ’નું લોકેશન મોકલ્યું હતું અને તેને મળવા કહ્યું હતું. એક્ટ્રેસે એમ પણ કહ્યું હતું કે, મેનેજરે તેને સ્ક્રિપ્ટ મોકલી હતી, જે તેણે વાંચી ન હતી.
‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, માન્યાએ કહ્યું, ‘મેં તે વાંચ્યું નથી. હું આ ફિલ્મ નથી કરી રહી. અમે કલાકારો છીએ. અમે કંઈક બીજું કરી રહ્યા છીએ. તમે અમારી પાસેથી કામ તો કરાવી લો છો, પરંતુ બદલામાં કંઈક બીજું અપેક્ષા રાખશો નહીં.’તેણે વધુમાં ઉમેર્યું, ‘જો અમે તમારી માંગણીઓનું પાલન કરીએ, તો અમારું નામ કંઇક બીજું જ પડી જશે.
મને લાગે છે કે, જો લોકો આ રીતને ઓળખીને તેને સંબોધિત કરે, તો તે વધુ સારું રહેશે.’ધનુષ કે તેના મેનેજરે પ્રતિક્રિયા આપી નથી જોકે, હજુ સુધી ધનુષ કે તેના મેનેજર શ્રેયસે આ આરોપોનો જવાબ આપ્યો નથી. ધનુષ ટૂંક સમયમાં ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’માં જોવા મળશે, જે ૨૮ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ક્રિતી સેનન પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.SS1MS
