કૃષ્ણનગરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલા એક લાખનું મંગળસૂત્ર ચોરી ફરાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કૃષ્ણનગર પોલીસની હદમાં આવતા હીરાવાડી રોડ ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનમાં બે મહિલા ચોર ગ્રાહકના સ્વાંગમાં ઘસી આવી હતી. અને ઘરેણાં ખરીદવાના બહાને સોનીની નજર ચુકવીને રૂ.૧ લાખનું મંગળસૂત્ર ચોરી લીધુ હતુ. જ્યારે સોનીને આ અંગેની જાણ થઈ ત્યા સુધીમાં તો ખુબ જ મોડું થઈ ગયુ હતુ.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સંજયભાઈ ગાંધી કૃષ્ણનગર ખાતે રહે છે અને નજીકમાં જ હીરાવાડી રોડ સુવર્ણ આભૂષણ નામે સોના-ચાંદીના ઘરેણાનો શો રૂમ ધરાવે છે. રવિવારે બપોરે આશરે ત્રણેક વાગ્યે સંજયભાઈ દુકાને એકલા હતા એ જ સમયે દુકાનમાં રપ થી ૩૦ વર્ષની બે મહિલાઓ ઘરેણાં ખરીદવા માટે આવી રહતી. સંજયભાઈએ તેમને અલગ અલગ ડીઝાઈનના મંગળસૂત્ર બતાવ્યા હતા. જા કે થોડીવાર બાદ બંન્ને મહિલાઓ ખરીદી કર્યા વગર ત્યાંથી ભાગી ગઈ હતી. બાદમાં મંગળસુત્ર સરખા મુકવા જતાં એક મંગળસૂત્ર ઓછું જણાયુ હતુ.
જેની કિંમત રૂ.એક લાખ પાંચ હજાર જેટલી છે. જેથી સંજયભાઈએ તુરત જ ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ આવતા જ બંન્ને મહિલાઓ વિરૂધ્ધ નજર ચુકવી ચોરીની ફરીયાદ નોંધાવી હતી. શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. જેમાં વ્યવસ્થિત, રીતે લાગતા મહિલા કે પુરૂષો જ્વેલર્સની સામે રોફ જમાવ્યા બાદ તક મળતા જ વીંટી કે દોરા જેવી કિંમતી વસ્તુઓ અંદર કરી દેતા હોય છે.