વટવા ચાર માળિયાના 416 મકાનોમાંથી 285માં ગેરકાયદેસર વસવાટ
પ્રતિકાત્મક
અમદાવાદ (પ્રતિનિધિ) શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા વિસ્તારમાં JNRUMની ગ્રાન્ટમાંથી ચાર માળિયા મકાનો બનાવવામાં આવેલા છે. આ મકાનો સાબરમતી રિવરફ્રન્ટના વિસ્થાપિત સહિતના લોકોને ફાળવવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તે વટવા ચાર માળિયા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 285 જેટલા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે.
આ મકાનોમાં નોટિસ આપવામાં આવી હોવાનું આજે મળેલી હાઉસિંગ કમિટીમાં અધિકારીએ જણાવ્યું હતું જો કે આ મકાનમાં માત્ર સર્વે જ કરવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. હાઉસિંગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓએ ભાજપના સત્તાધીશોને ગેરમાર્ગે દોર્યા હોવાનું સામે આવ્યું છે.
હાઉસિંગ કમિટીના ભાજપના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી કમિટીમાં JNRUM અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોમાં હાઉસિંગ એન્ડ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 416 જેટલા મકાનો ચેકિંગ કરી 285 જેટલા મકાનોમાં ગેરકાયદેસર લોકો રહેતા હોવાને લઈને નોટિસ આપવામાં આવી હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
શહેરના દક્ષિણ ઝોનમાં આવતા વટવા વિસ્તારમાં ચાર માળિયા મકાનો જે વર્ષ 2011માં JNRUM અંતર્ગત બનાવીને સાબરમતી રિવરફ્રન્ટ વિસ્થાપિતો સહિતના લોકોને આપવામાં આવ્યા હતા. આ વટવા ચાર મળ્યા વિસ્તારમાં દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વટવા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત મેળવીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું
જેમાં 416 જેટલા મકાનોમાં મકાન માલિક રહે છે કે અન્ય વ્યક્તિ રહે છે તે અંગેનો સર્વે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 285 જેટલા લોકો ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું છે આ મામલે મકાન માલિકને કોઈપણ નોટિસ આપવામાં આવી નથી. વટવા ચાર માળિયા મકાનોમાં અનેક અસામાજિક તત્વો રહે છે જેથી ત્યાં પોલીસ બંદોબસ્ત મેળવીને જ ચેકિંગ કરવું જરૂરી છે.
એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા માત્ર સર્વે કરીને ને પરત આવી ગઈ છે કોઈપણ પ્રકારની નોટીસ કે ખાલી કરાવવાની કાર્યવાહી કરી નથી આમ ફરીથી બંદોબસ્ત માંગી અને કાર્યવાહી કરવી જરૂરી છે જોકે એસ્ટેટ અને હાઉસિંગ સેલના અધિકારીઓ ભાજપના સત્તાધીશોને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવા નું આજે સ્પષ્ટ થયું છે એક તરફ માત્ર સર્વે કર્યો છે તો કમિટીમાં ભાજપના કોર્પોરેટરોને નોટિસ આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
